તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:વરસાદ ખેંચાતાં સંખેડા તાલુકામાં મંદ ગતિએ ચાલતું વૃક્ષારોપણ

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદ ખેંચાતા 324400 રોપાનું વાવેતર સંખેડા સામાજીક વનીકરણ રેંજમાં હજી બાકી. સંખેડા સામાજિક વનીકરણ રેંજમાં હાંડોદ, કુંડિયા અને ગરોલ નર્સરીમાં રોપા ઉછેર કરવામાં આવ્યો છે. વરસાદ ખેંચાતા રોપાનું વાવેતર ઓછુ થયાની ચર્ચા છે.

સંખેડા સામાજિક વનીકરણ રેંજની સંખેડા ખાતેની ઓફીસના સૂત્રોના જણાવ્યાનુસાર તા.30 જૂનની સ્થિતિએ સંખેડાની સામાજિક વનીકરણ રેંજમાં આવેલ વિવિધ નર્સરીઓમાં રોપા ઉછેર કરાય છે. જેમાં આ સિઝનમાં હાંડોદ નર્સરીમાં 163000 રોપાઉછેર, કુંડિયા નર્સરીમાં 179000 રોપાઉછેર અને ગરોલ નર્સરીમાં 50000 રોપા ઉછેર કરવામાં આવેલ છે. કુલ 392000 રોપાનું વાવેતર કરાયેલું છે.ગયા વરસની સરખામણીમાં આ વરસે વરસાદની પણ ઘટ છે. વરસાદ પૂરતો ન થતા વૃક્ષારોપણ પણ કદાચ મંદ ગતીએ ચાલી રહ્યું છે. અત્યાર સુધી થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સૂર્યા ખાતે કેનાલ સાઇડે 1600 રોપાનું વાવેતર, અજાલી ગામે 1600 રોપાનું, હરેશ્વરમાં 6400 રોપાનું અને મોતીપુરામાં 1600 મળીને 11200 રોપાનું વાવેતર કરાયું છે. ઉપરાંત તા.30 જુન સુધીમાં આ ત્રણ નર્સરીમાંથી કુલ 56400 રોપાનું વિતરણ કરવામાં આવેલું છે. આમ,અત્યાર સુધી સંખેડા સામાજિક વનીકરણ રેંજમાં 61600 રોપાનું વિતરણ-વાવેતર કરાયું છે. હજી 324400 રોપાનું વાવેતર બાકી છે.

અન્ય સમાચારો પણ છે...