તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સંખેડા તાલુકામાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ છ કેસ નોંધાયા

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાટપુર, ગુંડેર, રાયપુર, કાવીઠા, માલુ અને ઈન્દ્રાલમાં 1-1 કેસ

સંખેડા તાલુકામાં આજે છ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સંખેડા તાલુકાના અલગ અલગ છ ગામોમાં 1-1 કોરોના પોઝિટિવનો નવો કેસ નોંધાયો છે. જિલ્લામાં રવિવારે સૌથી વધુ 15 કોરોનાના એડમિટ દર્દીઓની સંખ્યા સંખેડા તાલુકાના કોરોના સંક્રમિત દર્દીઓની છે.સંખેડા તાલુકામાં રવિવારે કોરોનાના 6 કેસ નોંધાયા છે. જેમાં સંખેડા તાલુકાના ભાટપુર, ઈન્દ્રાલ, માલુ, રાયપુર, કાવિઠા અને ગુંડેર ગામનો કોરોના પોઝિટિવ કેસ છે.

ભાટપુર ગામનો 57 વર્ષીય પુરુષ, ગુંડેર ગામનો 25 વર્ષીય પુરુષ, રાયપુર ગામ 42 વર્ષીય પુરુષ, કાવીઠા ગામનો 32 વર્ષીય પુરુષ, માલુ ગામની 26 વર્ષીય સ્ત્રી તેમજ ઈન્દ્રાલ ગામનો 39 વર્ષીય પુરુષ રવિવારે કોરોનાથી સંક્રમિત થયો છે. રવિવારે સંખેડા તાલુકાના કોરોનાના નવા પોઝિટિવ કેસ સાથે સંખેડા તાલુકામાં અત્યાર સુધીના કુલ કોરોના કેસની સંખ્યા 141 થઈ છે. સારવાર મેળવી ડિસ્ચાર્જ થયેલા 121 છે. તેમજ એડમિટ દર્દીઓની સંખ્યા 15 છે. જિલ્લામાં કોરોનાના એડમિટ દર્દીઓની સંખ્યા 47 છે. જેમાં સૌથી વધુ સંખેડા તાલુકાના 15 દર્દીઓ એડમિટ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો