સંખેડા પાસે આવેલા પંચેશ્વર ખાતે ચાલી રહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત ચિંતામણી સમૈયા પ્રસંગે શ્રીમદ્દ જગદગુરુ શંકરાચાર્યજી ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા તાલુકાના હાંડોદ પાસે આવેલા પંચેશ્વર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભક્તચિંતામણી સમય ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન રોજે રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં કથા શ્રવણનો લાભ હરિભક્તો લઈ રહ્યા છે. 8 ડિસેમ્બરે અત્રે નવીન બનેલ શ્રી પંચેશ્વર મહાદેવજીના મંદિરનું ઉદઘાટન થયું હતું.
ભક્તચિંતામણી સમયમાં શુક્રવારના રોજ પરમ પૂજ્ય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્યજી ઉપસ્થિત રહ્યા હતા.તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ નવીન બનેલા પંચેશ્વર મહાદેવજીના મંદિરે આવ્યા હતા અને મહાદેવજીના શિવલિંગના દર્શન કર્યા હતા. તેમજ કથા દરમિયાન તેમણે સૌને આશીર્વચન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.