સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:સરપંચ પદની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે કાવીઠામાં મતદાન કર્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડલ એશરા પટેલે મતદાન કર્યું. - Divya Bhaskar
મોડલ એશરા પટેલે મતદાન કર્યું.
  • હું ચૂંટણી જીતુ કે હારું, લોકોના હક માટે લડતી રહીશ : એશ્રા પટેલ

સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યારથી મોડલ એશ્રા પટેલે ઝૂકાવ્યું છે. આજે મતદાનના દિવસે તેણે મતદાન કર્યું હતું. મતદાન બાદ જણાવ્યું હતું કે,”ગરીબી રેખા નીચે જીવતા લોકો છે. એમને એમનો હક અપાવો કે મારા માટે જીવનનું મિશન બની ગયું છે.’

સંખેડા તાલુકાની કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યારથી મુંબઈની મોડલ અને કાવીઠા ગામની વતની એશ્રા પટેલે સરપંચ પદની ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. ત્યારથી આ ચૂંટણી માત્ર ટોક ઓફ ધ ટાઉન નહીં પણ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલો છે.

રવિવારે સવારે કાવીઠા બૂથ ઉપર મોડલ એશ્રા પટેલે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેણે જણાવ્યું હતું કે,”હું અમારા ગામના લોકોની લાગણી અનુભવી રહી છું. આજે મારા ગામના દરેક ગરીબ માણસની જવાબદારી આવી ગઈ છે અને આજે બધા માણસો છે. ગામના લોકો છે એમાં જોવા જઈએ તો બધા મોસ્ટલી ગરીબી રેખા નીચે જીવતા લોકો છે. એમને એમને એમનો હક અપાવો કે મારા માટે જીવનનું મિશન બની ગયું છે. એટલે હું ચૂંટણી જીતુ કે હારું મારા માટે આ બધા લોકોની જેમના હક છે. એમના માટે લડવાની આ જીવનને પણ મારી જાત સાથે વચન લઇ લીધું છે. અને એકે એક માણસ મારા ગામનું ગરીબ હોય કે પિછાલડા વર્ગનું હોય જ્યાંથી આવતું હોય જે હોય ત્યાંથી આવતું હોય ત્યાંથી એ બધા મારી જવાબદારી છે.

જીતની અપેક્ષા હું રાખું છું પણ એની સાથે સાથે મને ઘણા બધા લોકોએ આશીર્વાદ આપ્યા છે. બધા મને કહી રહ્યા હતા અને ભગવાને પૂજા કરી પ્રાર્થના કરી એટલે હવે મને લોકો માટે જીવવું છે. એટલે હવે કરું છું કે હું જીતુ અને બધાને હેલ્પ કરી શકું મદદ કરી શકું.’

અન્ય સમાચારો પણ છે...