ભાસ્કર વિશેષ:સંખેડાની રતનપુર સરકારી માધ્યમિક શાળાનું સ્કોચ સિલ્વર એવોર્ડ આપીને સન્માન કરાયું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રતનપુર સરકારી માધ્યમિક શાળાની તસવીર. - Divya Bhaskar
રતનપુર સરકારી માધ્યમિક શાળાની તસવીર.
  • સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને પણ સ્કોચ સિલ્વર એવોર્ડ મળ્યો

સંખેડા તાલુકાની રતનપુર ગામે આવેલી સરકારી માધ્યમિક શાળાએ સ્કોચ સિલ્વર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. ઉપરાંત સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરે પણ સિલ્વર સ્કોચ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. રતનપુર સરકારી માધ્યમિક શાળામાં તમામ પ્રકારની ભૌતિક સુવિધા છે અને સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દર્દીઓના ડેટા ડિજિટલ સ્વરૂપે રખાય છે. મંગળવારે સાંજે એવોર્ડમાં નામ અંકિત થયેલી કૃતિઓનું પરિણામ જાહેર થયું હતું, જેમાં સંખેડા તાલુકાની રતનપુર ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ડીસ્ટ્રીક માઇનિંગ ફાઉન્ડેશનમાંથી મળતી વિવિધ પ્રકારની ગ્રાન્ટમાંથી અદ્યતન સુવિધાઓ સાથેની શાળા તૈયાર કરાઈ છે. ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓથી સુસજ્જ આ શાળા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી માધ્યમિક શાળા રતનપુર(ક)માં ડી.એમ.એફ.માંથી વિવિધ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે.

જેમાં સ્માર્ટ કલાસ, સ્માર્ટ લાઇબ્રેરી, અદ્યતન વિજ્ઞાન પ્રયોગ શાળા, જીમ રૂમ, કોમ્પ્યુટર લેબ, આર.ઓ. વોટર સીસ્ટમ, સોલાર વોટર કુલર, રંગબેરંગી કન્ટેન્ટથી ભરપુર દિવાલો, સી.સી.ટી.વી. કેમેરા, પી.ઓ.પી. સીલીંગ, હેન્ડવોશ પ્લેટફોર્મ, યોગા મેટ ફલોરીંગ, સેનેટાઇઝર મશીન મુકાયું છે.

અન્ય સમાચારો પણ છે...