તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સંખેડાના મામલતદારે અરીઠા પાસેથી રેતી ભરેલી ટ્રક ઝડપી

સંખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અરીઠા પાસેથી રેતીની લીઝમાં મામલતદારે તપાસ હાથ ધરી. - Divya Bhaskar
અરીઠા પાસેથી રેતીની લીઝમાં મામલતદારે તપાસ હાથ ધરી.
  • ઓરસંગ નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી
  • સાંજે 6 વાગ્યા બાદ નદીના પટમાં રેતી ખનન થઈ રહ્યું હતું

સંખેડા તાલુકાના અરીઠા ગામ પાસે પસાર થતી ઓરસંગ નદીના પટમાં ચાલતાં રેતીખનન બાબતે સંખેડા મામલતદારે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં એક રેતી ભરેલી ટ્રક ઝડપાઇ હતી. કેટલીક ખાલી ટ્રકો પણ હતી. સાંજે 6 વાગ્યા બાદ રેતીખનન થતું હતું.સંખેડા તાલુકાના અરીઠા ગામ પાસેથી ઓરસંગ નદી પસાર થાય છે. ઓરસંગ નદીના પટમાંથી રેતીની અત્રે લીઝ છે. આ લીઝ ઉપર સંખેડા મામલતદાર કે. પી. પંડવાળાએ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં એક રેતી ભરેલી ટ્રક ઝડપાઈ હતી.

આ બાબતે વધુ માહિતી આપતાં સંખેડા મામલતદાર કે.પી. પંડવાળાએ જણાવ્યું હતું કે, અરીઠા ખાતેની આ રેતીની લીઝમાંથી સાંજે 6 વાગ્યા બાદ રેતી ભરાતી હતી. આવી એક ટ્રક ઝડપી કાઢવામાં આવી હતી અને આ ટ્રકને સંખેડા તાલુકા સેવાસદન ખાતે લવાઈ છે. બીજી પણ કેટલીક ખાલી ટ્રકો હતી. અત્રે મામલતદારના ગયા બાદ સંખેડા મામલતદાર કચેરીના બે સર્કલ ઓફિસર અને એક નાયબ મામલતદાર વિગેરે હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...