રજૂઆત:સંખેડાની હુશેની સુન્ની જામા મસ્જિદની સ્થાવર મિલકતોમાં કરાયેલા દબાણને દૂર કરવા માગ

સંખેડા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનની માપણી કરવા બાબતે મામલતદારને લેખિતમાં રજૂઆત

સંખેડામાં આવેલ હુશેની સુન્ની જામા મસ્જીદની આવેલ સ્થાવર મિલકતોમાં આવેલ દબાણ દૂર કરવા બાબત તથા જમીનની માપણી કરવા બાબતે સંખેડા હુશેની સુન્ની જામા મસ્જીદના વ.ક. સલીમુદ્દીન શેખે સંખેડા મામાલદારને લેખિત રજુઆત કરી.

હુશેની સુન્ની જામા મસ્જીદના વ.ક. સલીમુદ્દીન શેખે કરેલી લેખિત રજુઆત મુજબ સંખેડા જિ. છોટાઉદેપુર મકામે હશેની સુન્ની જામા મસ્જીદની મિલકતો આવેલ છે. જેના સ.નં. 107, 1613, 2255 તથા અન્ય બીજા સર્વે નંબરો આવેલા છે. જેના વહીવટકર્તા તરીકે મામલતદાર-સંખેડા છે. સદર સર્વે નંબર 107 કબ્રસ્તાનની મિલકત તથા સ.નં. 1613 વાળી મિલકત આવેલ છે. જેમાં કેટલાક ઈસમોએ ગેરકાયદેસર રીતે દબાણ કરી કાચ-પાકું બાંધકામ કરી દીધેલ છે. આ અગાઉ આ બાબતે મામલતદાર કચેરીમાં મૌખિક તથા લેખિત રીતે પણ જાણ કરેલ છે.

પરંતુ આજદિન સુધી તેનો કોઈ નિકાલ આવેલ નથી. અને જો દબાણ વહેલી તકે દુર કરવામાં નહિ આવે તો મુસ્લિમ સમાજ દ્વારા સદર મિલકતોના દબાણ બાબતે ભારે આક્રોરા વ્યકત કરેલ હોઈ સત્વરે સ્થળ તપાસ કરી સર્વે નંબરો 107, 1613, 2225, 500 જૂનો નં. તથા અન્ય મસ્જીદની આવેલ મિલકતો પર આવેલ દબાણ દૂર કરાવવા સંખેડા સીટીસર્વેની કચેરીએ આપની કચેરી દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે જમીનોની માપણી કરવા કાર્યવાહી કરવા રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...