તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સંખેડાના કડવાકોઈની પરિણીતાની અગમ્ય કારણોસર આત્મહત્યા

સંખેડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ સાડી વડે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો
  • શંકા જતાં મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી

સંખેડા તાલુકાના કડવાકોઈ ગામે 39 વર્ષીય પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. મહિલાનું આ બીજું લગ્ન હતું. લાશની સ્થિતિ જોતા રમીલાબેનના ભાઈને શંકા ઉપજી હતી. જેથી આ બાબતે સંખેડા પોલીસ મથકે જાણ કરી હતી.મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંખેડા તાલુકાના કડવાકોઈ ગામે બનેલા આ બનાવની વિગતો અનુસાર મુકેશભાઈ ગોહિલ રહે. વડોદરાની બહેન રમીલાબેનના પહેલા લગ્ન વેમાલી ખાતે થયા હતા. તેણીને પહેલા લગ્નજીવનમાં બે બાળકો હતા. પહેલા પતિના મૃત્યુ બાદ રમીલાબેનના બીજા લગ્ન કડવાકોઈ ગામે હસમુખભાઈ સુકાભાઈ બારીયા સાથે થયા હતા. પ્રથમ લગ્ન જીવનથી થયેલા બાળકો તેમના મામા સાથે વડોદરા રહેતા હતા. બીજા લગ્ન જીવનમાં તેણીને એક દીકરી હતી. જેની ઉમર 7 વર્ષ છે.

રમીલાબેન કડવાકોઈ ગામે જ સાડી વડે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. રમીલાબેનના ભાઈ તેમજ અન્ય કડવાકોઈ આવ્યા ત્યારે ત્યાં હસમુખભાઈ ઘરે હાજર નહોતો. લાશની સ્થિતિ જોતા રમીલાબેનના ભાઈને શંકા ઉપજી હતી. જેથી આ બાબતે સંખેડા પોલીસ મથકે જાણ કરી હતી. અગમ્ય કારણોસર રમીલાબેન આત્મહત્યા કરી હોવા બાબતે સંખેડા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો. મૃતક મહિલા રમિલાબેને કેમ આત્મહત્યા કરી એ બાબતે પોલીસ દ્વારા તાપસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...