ચૂંટણી:સંખેડાની 37 ગ્રામ પંચાયતો, 313 વોર્ડની ચૂંટણી માટે તંત્રની તડામાર તૈયારીઓ શરૂ

સંખેડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડદલા ગ્રા.પં. બનતાં તેની ચૂંટણી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની શક્યતા

ચૂંટણીપંચ દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાની સાથે જ સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ સંખેડા તાલુકામાં 37 ગ્રામપંચાયતોની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સંખેડા તાલુકા સેવાસદનમાં આવેલ મામલતદાર કચેરીમાં સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સંખેડા તાલુકાની માંજરોલ અને ગોલાગામડી આ બે ગ્રામ પંચાયતોનો વિભાજન કરી નવી વડદલી ગ્રામ પંચાયતની રચના કરાઈ છે. જોકે અગાઉ સંખેડા તાલુકાની 39 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. પણ આ નવીન બદલી ગ્રામ પંચાયત બનતા હવે માંજરોલ અને વડદલી ગ્રામ પંચાયતોની ચૂંટણી પાછી ઠેલાઇ છે.

સંખેડા તાલુકાની 37 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સૌથી વધુ વોર્ડ સંખેડા ગ્રામ પંચાયતમાં 14 છે. પરવેટા ગ્રામ પંચાયતમાં 12 વોર્ડ જ્યારે રતનપુર, બહાદરપુર અને વાસણા ગ્રામ પંચાયતમાં 10-10 વોર્ડ છે. જ્યારે બાકીની ગ્રામ પંચાયતોમાં 8 વોર્ડ છે. કુલ 313 વોર્ડ છે. જેમાંથી એક વડેલી ગ્રામ પંચાયતના વોર્ડની પેટા ચૂંટણી આ ચૂંટણી સાથે થવાની છે.

વડદલા(વા) અને ઊંચાકલમનો પ્રશ્ન હજી સુધી ન ઉકેલાતાં સ્થાનિકોમાં રોષ
તાલુકા વિભાજન વખતે વડદલા વાન અને ઉંચાકલમ આ બે ગામો બોડેલી તાલુકામાં સમાવ્યા હતા. છેલ્લે થયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી વખતે આ બંને ગામોને પોતાનો સરપંચ કે પોતાનો વોર્ડનો સભ્ય મળ્યો ન હતો. હાલમાં સ્થિતિ એવી છે બોડેલી તાલુકાના આ બન્ને ગામોનો સંખેડા તાલુકાની ગ્રામ પંચાયતમાં સમાવેશ કરી દીધો છે. બંન્ને ગામના આગેવાનો આ અંગે રજૂઆતો કરીને થાક્યા છે. પણ તંત્ર દ્વારા કોઈ જ નિવેડો લવાયો નથી. જેથી સ્થાનિકોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...