તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય સભા:સંખેડા તાલુકા પંચાયતનું 45.61 લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

સંખેડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ
 • કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઈ હતી

સંખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં 45.61 લાખ રૂપિયાની પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના સભ્યો નક્કી થયા હતા. સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી થયા બાદની સામાન્ય સભા પછી હવે બીજી સામાન્ય સભા યોજાઈ હતી. સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી એસ.એમ.કોલચા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં પુરાંતવાળું બજેટ રજૂ થયું હતું. જે સૌ સભ્યો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.

સામાન્ય સભામાં કારોબારી સમિતિના સભ્યો નક્કી થયા હતા. કારોબારી સમિતિની રચના થતા તેમાં દેસાઈ સંજયકુમાર ચંદ્રવદનભાઈ, માછી જીતેન્દ્રકુમાર કંચનલાલ,વસાવા છાયાબેન અર્જુનભાઇ, રાજપૂત ખુમાનસિંહ રઘુનાથસિંહ, તરબદા પીનલબેન મહેન્દ્રભાઈ, તડવી નયનાબેન સંજયકુમાર, વસાવા ભુપતભાઇ પ્રભાતભાઈ અને ભીલ રાયસિંગભાઈ લલ્લુભાઇ જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં રોહિત રીનાબેન અજિતભાઈ, ભીલ ભારતભાઈ ચંદુભાઈ, તડવી હર્ષકુમાર રાકેશભાઈ, ડું.ભીલ સેલિયાભાઇ શંકરભાઇ અને તડવી દીપિકાબેન રાહુલભાઈ સભ્યોની નિમણૂક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો