તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછત:સંખેડા તાલુકામાં છોટાઉદેપુર જિલ્લાનો સૌથી ઓછો 32.96% વરસાદ નોંધાયો

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈના સુખી અને રામી ડેમ પણ હજી પૂરા ભરાયા નથી

સંખેડા તાલુકામાં છોટાઉદેપુર જિલ્લાનો સૌથી ઓછો માત્ર 32.96 ટકા જ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની ઘટ છે. ગયા વર્ષે તા.3 સપ્ટેમ્બરના રોજ નોંધાયેલ 87.60 ટકા વરસાદની સરખામણીમાં આ વર્ષે હજી સુધી 54.66 ટકા જ વરાસાદ પડ્યો છે. સંખેડા પાસેથી પસાર થતી ઓરસંગ, ઉચ્છ અને હેરણ નદીમાં પણ પાણી માંડ એક વખત જ આવ્યું છે.

સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લાના તમમા તાલુકામાં વરાસાદની ઘટ છે. જેના કારણે ખેતી ઉપર પણ અસર થઇ શકે છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વરસે વરસાદની ઘટ છે.

ગત વરસે તા.3 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં કુલ વરસાદ 87.60 ટકા હતો. જ્યારે આ વર્ષે જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે 32.94 ટકા વરસાદ ઓછો પડ્યો છે. તાલુકાઓમાં ગત વર્ષે છોટાઉદેપુર અને જેતપુર પાવી તાલુકામા તો 100 ટકાથી પણ વધારે વરસાદ પડી ચૂક્યો હતો.

જિલ્લામાં આવેલી નદીઓમાં પણ પાણીની આવક એક-બે વખત જ થઇ છે. ખાસ કરીને જિલ્લાની સૌથી મોટી ગણાતી ઓરસંગ નદીમાં પણ હજી સુધી એક જ વખત બે કાંઠે કહેવાય એટલું પાણી આવ્યું છે. જ્યારે હેરણ અને ઉચ્છ તેમજ ઢાઢર નદીમાં પણ એક જ વખત પાણી આવ્યું છે.

જ્યારે કવાંટ અને નસવાડી તાલુકામાં આવેલી નદીઓમાં પાણી એક-બે વખત આવ્યું છે. જિલ્લામાં આવેલા સુખી અને રામી ડેમના લેવલની વાત થાય તો સુખી ડેમનું લેવલ 144.41 મીટર અને રામી ડેમનું લેવલ 191.94 મીટર છે.

3 સપ્ટેમ્બર 2020ની સ્થિતિ

તાલુકોવરસાદ (M.M.)ટકાવારી
બોડેલી96276.88
છોટાઉદેપુર1029108.95
જેતપુર પાવી1114103.77
નસવાડી72077.33
કવાંટ81783.93
સંખેડા84668.81

3 સપ્ટેમ્બર 2021ની સ્થિતિ

તાલુકોવરસાદ (M.M.)ટકાવારી
બોડેલી51141.93
છોટાઉદેપુર80785.58
જેતપુર પાવી68764.56
નસવાડી37240.78
કવાંટ59861.94
સંખેડા39732.96

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...