હજુ બસ શરૂ કરાઈ નથી:સંખેડાના વિદ્યાર્થીઓને ST બસ ન મળતાં ખાનગી વાહનોમાં જવા મજબૂર

સંખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગરડા ગામના ગ્રામજનોએ એસ.ટી. બસ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવા ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી. - Divya Bhaskar
ગરડા ગામના ગ્રામજનોએ એસ.ટી. બસ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવા ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી.

સંખેડા તાલુકાના વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધાન હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંખેડા તાલુકાના ગરડા ગામના ગ્રામજનો દ્વારા આ અંગે સંખેડા ધારાસભ્યને લેખિત રજૂઆત કરી એસટી બસ ચાલુ કરવા માટેની માંગ કરી.

સંખેડા તાલુકા મથક છે. તાલુકા મથકે હાઈસ્કૂલો આવેલી છે. જેમાં સંખેડાના આસપાસના ગામોના વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા માટે આવે છે. જેમાં મોટા ભાગે મેવાસ વિસ્તાર તેમજ વડેલી તરફનાના વિદ્યાર્થીઓ સૌથી વધુ અભ્યાસાર્થે સંખેડા આવે છે.

આ વિદ્યાર્થીઓને સંખેડા શાળા-કોલેજના સમયે એસ.ટી. બસ મળતી નથી. તેમજ સાંજે છૂટવાના સમયે પણ એસટી બસ આવતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં મોટું ભાડું ખર્ચે અને જવું આવવું પડે છે.

તાજેતરમાં આ બાબતે બોડેલી ડેપો મેનેજરને તેમજ છોટાઉદેપુર ડેપો મેનેજરને લેખિત રજૂઆતો કરાઇ હોવા છતાં પણ આ ડેપો મેનેજર દ્વારા એસટી બસના વિદ્યાર્થીઓને અનુકૂળ રહે એ પ્રમાણે શરૂ કરાયા નહોતા.

ડેપો મેનેજર ઓ દ્વારા એસટી બસના રૂટ શરૂ ન કરાતા સૌથી વધારે હાલાકી વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે. જેને કારણે સોમવારે સંખેડા તાલુકાના ગરડા ગામના ગ્રામજનો દ્વારા સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા સંખેડાને જોડતી વિદ્યાર્થીઓ માટેની એસટી બસ શરૂ કરવા માટે વિભાગીય નાયબ નિયામક અને ગ્રામજનોની હાજરીમાં ટેલિફોનિક સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...