તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:સંખેડામાં 1 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસ્યો

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોધમાર વરસાદ વરસતા સંખેડા ભાગોળે કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાયા હતા. - Divya Bhaskar
ધોધમાર વરસાદ વરસતા સંખેડા ભાગોળે કોલેજ અને જલારામ મંદિર વચ્ચે પાણી ભરાયા હતા.
  • કોલેજ અને જલારામ મંદિર વચ્ચે ઘૂંટણ સમા પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી

સંખેડા ખાતે બપોરે 1 કલાકમાં 1 ઈંચ વરસાદ વરસતા ભાગોળે કોલેજ અને જલારામ મંદિરની વચ્ચે પાણી ભરાયું હતું. પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દર વર્ષે ચોમાસામાં આ જગ્યાએ પાણી ભરાય છે. તંત્ર દ્વારા પ્રિ-મોનસૂનની કામગીરી જાણે આ જગ્યાએ ન કરાતી હોય એવી ચર્ચા ઉભી થઇ છે.

સંખેડા ભાગોળ વિસ્તારમાં કોલેજ અને જલારામ મંદિરની વચ્ચે દર વર્ષે ચોમાસુ આવે અને વરસાદ પડે એટલે પાણી ભરાઇ જાય છે. અહિયા ઘૂંટણ સમા પાણી ભરાઇ જાય છે. ચોમાસાના આગમનની પહેલા તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી કરાતી હોય છે. પ્રિ-મોનસૂન કામગીરીમાં જ્યાં જ્યાં આગલા વરસોમાં પાણી ભરાતા હોય એવી જગ્યાએ પાણી ભરાતુ અટકાય અથવા તો પાણી ભરાયા બાદ તરત જ તેનો નિકાલ થઇ જાય એનું આયોજન કરવાનું હોય છે.

સંખેડામાં રવિવારે બપોરે 1 કલાકમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ સંખેડા ગામની ભાગોળે જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હતું એજ જગ્યાએ ફરીથી પાણી ભરાયું હતું. પાણી ભરાતા અહિયાથી પસાર થતા વાહનચાલકોને ખુબ જ હાલાકી વેઠવી પડી હતી. કોઇ મોટરસાઇકલ ચાલકની મોટરસાઇકલ પણ પાણી ભરાયું હતું ત્યાંથી પસાર થતા બંધ પણ પડી ગઇ હતી. તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરીની નબળી કામગીરીની પોલ ખુલી હતી.

ગોલાગામડી એમ.પી. વસાહતમાં વીજળી પડતાં પશુનું મોત
સંખેડા તાલુકાની ગોલાગામડી એમ.પી.વસાહતમાં બપોરે વીજળી પડવાના કારણે ભીલાલા ભીમસીંગભાઇ ઉઘરાનીયાભાઇના ઘર આંગણે ઝાડ નીચે બાંધેલ એક ભેંસનું મોત નિપજ્યું હતું. આ બાબતે સ્થાનિક સરપંચ નિરવભાઇ તડવીએ આ અંગેનો રિપોર્ટૅ તાલુકા પંચાયત કચેરીમાં મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...