તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકની સમસ્યા:સંખેડા ઓરસંગ નદીના પટમાં આડેધડ ટ્રકો ઉભી રહેતાં નદી પટમાં જતાં પડતી હાલાકી

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓરસંગ નદીના પટમાં આડેધડ ટ્રકો ઉભી રહેતા નદી પટમાં જતા લોકોને હાલાકી પડે છે. રોજ મોટી સંખ્યામાં રેતી ભરવા ટ્રકો અહિં આવે છે. - Divya Bhaskar
ઓરસંગ નદીના પટમાં આડેધડ ટ્રકો ઉભી રહેતા નદી પટમાં જતા લોકોને હાલાકી પડે છે. રોજ મોટી સંખ્યામાં રેતી ભરવા ટ્રકો અહિં આવે છે.

સંખેડા પાસે ઓરસંગ નદીના પટમાં વહેલી સવારથી રેતી ભરવા માટે આવેલી ટ્રકો આડેધડ ઉભી રહી જાય છે. જેના કારણે નદીના પટમાં વાડી કરનારા તેમજ નદીએ શનિવારે નાહવા ગયેલા પણ અનેકને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

સંખેડા પાસેની ઓરસંગ નદીના પટમાં હાલમાં જ એક વખત પાણી આવી ગયા બાદ રેતીની પણ આવક થયેલી છે. નદીના પટમાં પાણી પણ ઘટી ગયું છે. જેથી રેતીની લીઝોનો ધમધમાટ ફરીથી ચાલુ થઇ ગયો છે. હાલમાં રોજે રોજ જ મોટી સંખ્યામાં રેતી ભરવા માટેની ટ્રકો અહિયા આવે છે. વહેલી સવારથી રેતી ભરવાનું શરૂ થઇ જાય છે. જેથી રેતી ભરવા માટે આવતા અનેક ટ્રક ચાલકો રાતથી જ અહિયા અડિંગો જમાવી દે છે.

આડેધડ ટ્રકોની લાઇન કરી દેવાય છે. જેથી નદીના પટમાં ખેતી કરવા જતા લોકોને પણ સવારે મુશ્કેલી પડે છે. વધુમાં શનિવારે શીતળા સાતમ પર્વ હોઇ અનેક લોકો બાઈકો લઇને નદીના પાણીમાં નાહવા ગયા હતા. આ પૈકીના કેટલાક ટ્રકો વાળા રસ્તા ઉપર આગળ ગયા ત્યારે ટ્રકો આડેધડ ઉભેલી હોય આગળ જઇ શક્યા નહોતા.

અન્ય સમાચારો પણ છે...