છોટાઉદેપુર જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં સંખેડા તાલુકાની ડી. બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા વિભાગ બેમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામી શાળાનું ગૌરવ વધાર્યું છે. ડી. બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલની કૃતિ વર્ટિકલ એક્ષિસ સોલાર એન્ડ વિલ્ડ ટર્બાઇન કૃતિના માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષિકા મનિષાબેન પટેલ હતા. આ કૃતિ એક યુનિક ટેકનોલોજી છે.
જેમાં સાધનોની રચના વર્ટિકલ કરેલ છે. સોલાર અને વિન્ડ ટર્બાઇનની નાની સાઈઝના કારણે તે દરેક જગ્યાએ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે. જેમાં સૂર્ય ઉર્જા અને પવન ઊર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. જેના બાળવૈજ્ઞાનિક રાણા ઓમ એચ. અને સુથાર ક્રિષ્ના એન. ખૂબ સરસ રીતે નિર્ણાયક સમજ કૃતિને પ્રદર્શિત કરી હતી.
આગામી જાન્યુઆરી માસમાં ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આનંદ ખાતે યોજાયેલા છે. જેમાં વિભાગ બેમાં સંખેડા તાલુકા અને છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આ કૃતિને સંખેડા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરિમલભાઈ શાહ, મંત્રી સંજય કુમાર દેસાઈ, ઉપપ્રમુખ કનુભાઈ દારૂ, આચાર્ય ચિરાગ શાહ સમગ્ર શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવતા ઝોન કક્ષાએ પણ પ્રભાવી પ્રદર્શન કરવા માર્ગદર્શિકા બેન તથા બાળ વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.