સમસ્યા:સંખેડા જૂના દવાખાનામાં કાર્ડ કાઢનાર ન આવતાં લોકો હેરાન

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીને તાત્કાલિક ઓપરેશન કરાવવાનું હોય તો ક્યાં જાય?
  • જે મોબાઈલ નંબર આપ્યો છે એ કોઇપણ ઉપાડતું નથી

સંખેડા જૂના દવાખાનામાં મા કાર્ડ કાઢી આપનાર એજન્સીવાળા નિયમિત ન આવવાને કારણે અનેક અરજદારો પરેશાન બની રહ્યા છે. બુધવારે પણ સવારથી અહીંયા અનેક અરજદારો આવી અને પરત ગયા અહીંયા જે મોબાઇલ નંબર લખેલો છે તે પણ ઉપાડતા નથી. આવી લાલીયાવાડી કરતા એજન્સીવાળા વિરુદ્ધ કાર્યવાહી થશે કે તંત્ર ગાંધારી બની રહેશે? જૂના દવાખાના મા કાર્ડ કાઢવાની કામગીરી ચાલે છે પણ કામગીરી સંભાળતો કર્મચારી નિયમિત આવતો નથી. જેથી આવતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે.

બુધવારે એક મહિલા સવારે તેમના પતિ બીમાર હોઇ મા કાર્ડ(આયુષ્યમાન)ની તાત્કાલિક જરૂરિયાત પડતા અત્રે આવી હતી. પણ તાળું લટકતું હતું. જેથી બાજુમાં આપેલ મોબાઇલ નંબર ઉપર ફોન કર્યો પણ ફોન ઉપાડ્યો નહોતો. દિવસભર 30થી 40 જેટલા અરજદારો મા કાર્ડ- આયુષ્યમાન કાર્ડ માટે આવ્યા પણ કર્મચારી જ હાજર ન હોય ધક્કો પડ્યો હતો. અહીંયા એક મોબાઈલ નંબર લખેલ કાગળ પણ ચોંટાડેલો છે. પણ જે મોબાઇલ નંબર તેની ઉપર લખેલો છે તે નંબર એજન્સી સંભાળનાર ઉપાડતો નથી.

અન્ય સમાચારો પણ છે...