તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:સંખેડા-1 બેઠક પર પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ

સંખેડા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બહાદરપુર બેઠક ઉપર સૌથી વધુ 6024 મતદારો નોંધાયા઼
 • 18 બેઠકો પૈકી સૌથી ઓછા વડેલી બેઠક ઉપર 3117 મતદારો

સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી સૌથી વધુ મતદાર બહાદરપુર તાલુકા પંચાયત બેઠક ઉપર 6024 મતદારો છે. જ્યારે સૌથી ઓછા મતદાર વડેલી બેઠક ઉપર 3117 મતદારો છે.તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 17 બેઠક ઉપર પુરુષ મતદારો સ્ત્રી મતદારો કરતા વધારે છે,પણ સંખેડા તાલુકા પંચાયતની સંખેડા-1 બેઠક ઉપર પુરુષ મતદારો કરતા સ્ત્રી મતદારોની સંખ્યા વધારે છે.

સંખેડા તાલુકા પંચાયતની બેઠક માટે એક બાજુએ ઉમેદવારો ચુંટણીનો જંગ જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.એવી રીતે જ તાલુકાનું ચુંટણીની કામગીરીમાં જોતરાયેલ વહીવટી તંત્ર પણ ચુંટણીની કામગીરીમાં સુપેરે પાર પાડવા માટે કટીબધ્ધ બનેલું છે. સંખેડા તાલુકામાં તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો છે.તાજેતરમાં ડિસેમ્બર 2020 દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ નવીન પ્રસિધ્ધ થયેલી મતદાર યાદી મુજબ સંખેડા તાલુકામાં કુલ પુરુષ મતદારોની સંખ્યા 42460,મહિલા મતદારોની સંખ્યા 39701 અને થર્ડ જેંડર મતદારો 2 મળીને કુલ મતદારો 82163 છે.

તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી સૌથી વધુ મતદારો બહાદરપુર બેઠક ઉપર 6024 મતદારો છે.જ્યારે તાલુકા પંચાયતની વડેલી બેઠક માટે સૌથી ઓછા મતદારો 3117 છે.તાલુકાની 18 પૈકી સંખેડા-1 બેઠક એવી બેઠક છે કે જ્યાં પુરુષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધારે છે.આ બેઠક ઉપર પુરુષ મતદારોની સંખ્યા 2135,મહિલા મતદારોની સંખ્યા 2151 છે.જ્યારે થર્ડ જેંડર મતદારોની સંખ્યા 2 છે.

સંખેડા તાલુકા પંચાયતની 18 બેઠક દીઠ મતદારોની સંખ્યા

બેઠકનું નામપુરુષસ્ત્રીકુલબેઠકનું નામપુરુષસ્ત્રીકુલ
મતદારોમતદારોમતદારોમતદારોમતદારોમતદારો
1-બહાદરપુર30772947602410-માંજરોલ230921684477
2-ભાટપુર20091878388711-નંદપુર267323875060
3-બોરતલાવ23602167452712-પરવટા291226745586
4-ધોળી18381724356213-રામપુરા240922964705
5-ગુંડીચા19211795371614-સંખેડા-1213721524289
6-ઇન્દ્રાલ18731706357915-સંખેડા-2256224084970
7-કાવીઠા27402616535616-સરસીંડા (ચો)242122614682
8-ખુનવાડ23392125446417-વડેલી161115063117
9-માલુ27172532524918-વાસણા256423594913
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો