દિવાળી ટાણે સંખેડાના નાગરિકો ઓરસંગ નદીના પટમાં ફરવા અને ફટાકડા ફોડવા જાય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઓરસંગ નદીના પટમાં આડેધડ થયેલા રેતીના ખોદકામને કારણે હવે નદીનું આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. નદીએ જતાં લોકોને પગમાં કાંટા પણ વાગે એટલી હદે ઝાડી, ઝાંખરા પણ રેતીની લીઝના સંચાલકો દ્વારા નાખેલા છે.સંખેડા ખાતે વર્ષોથી દિવાળી દરમિયાન ઓરસંગ નદીના પટમાં ફરવા જવાની અને નદીના પટમાં જ આતીશબાજી કરવાની પરંપરા છે. દર વર્ષે લોકો મોટી સંખ્યામાં ઓરસંગ નદીના પટમાં ફરવા માટે આવે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ઓરસંગ નદીના પટમાં બેફામ રેતી ખનન થયેલું છે. આ રીતે ખનનને કારણે નદીએ ફરવા આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓરસંગ નદીના પટમાં જવા માટેના રસ્તામાં પણ કાંટાળા ઝાડી-ઝાંખરા પણ નાખેલા છે, જે તે પગે ચાલીને જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.