જમણા હાથનો અંગુઠો ન હોવા છતા સારી રીતે કડીયાકામ કરતો ખુનવાડ ગામનો સલમાન મનસુરી. જન્મથી જ જમણા હાથનો અંગુઠો નથી. એકલવ્ય પાસેથી ગુરુ દ્રોણે ગુરુદક્ષિણામાં જમણા હાથનો તેનો અંગુઠો માગ્યો હતો. જેથી કરીને તે ધનુર્વિદ્યામાં અર્જુન કરતા આગળ નિકળી ન શકે. તેના પરથી જ જમણા હાથના અંગુઠાનું મહત્વ સમજાઇ શકે છે. જમણા હાથના અંગુઠા વિના કામ કરવાનું ખુબ જ મુશ્કેલ છે. પણ સંખેડા તાલુકાના ખુનવાડ ગામનો યુવક સલમાન મંસુરી જે કડીયાકામ કરે છે.
આ યુવકને જન્મથી જ જમણા હાથનો અંગુઠો નથી. જમણા હાથનો અંગુઠો ન હોવા છતા પણ ઝડપથી જ કડીયાકામને લગતા તમામ કામો કરે છે. જમણા હાથનો અંગુઠો નથી એવો અહેસાસ થયા વિના જ તે ઝડપથી કામ કરી શકે છે. સલમાન મંસુરી સાથે થયેલી વાતચિત દરમિયાન તેણે જણાવ્યું હતું કે, ‘જન્મથી જ જમણા હાથનો અંગુઠો નથી.
પણ કોઇ કામ કરવામાં અગવડ પડતી નથી. જોકે મોટાભાગના જરુરી કામો જમણા હાથના બદલે ડાબા હાથે કરી લઉ છું. લખવાનું હોય કે સહી કરવાની હોય ડાબા હાથનો ઉપયોગ કરું છું. જોકે અભ્યાસ ઘણો ઓછો કર્યો છે. જમણા હાથનો અંગુઠો ન હોવા છતા કામ ઝડપથી કરું છું.’
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.