પોલીસ ફરિયાદ:સગીરાને લીલધડનો યુવક લગ્નના ઈરાદે ભગાડી ગયો

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

સંખેડા તાલુકાના એક ગામે સગીરા તેની દાદી સાથે રહેતી હતી. તેની માતા વડોદરા હતી. તે દરમિયાન તા.20 મેની રાત્રે ઘરેથી કોઈને કશું પણ કહ્યા વિના જતી રહી હતી. સવાર સુધી પરત ન આવતા સગીરાની દાદીએ સગીરાની મમ્મીને જાણ કરતા સગીરાની માતા ત્યાં આવી હતી. અને સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પણ મળી નહોતી.

સગીરાની માતાને વાતોવાતથી જાણવા મળ્યું હતું કે વિષ્ણુભાઇ કાનજીભાઇ તડવી રહે. લીલઘડ તા. તિલકવાડાની સાથે સગીરાને પ્રેમ સબંધ હતો. આ વાતની ખબર પડતા વિષ્ણુભાઇની પણ તપાસ કરી હતી. પરંતુ વિષ્ણુભાઇ વિશે કોઇ ખબર માહિતી મળેલ નહીં.

વિષ્ણુભાઇ તેમની ગેરહાજરીમાં સગીરા સાથે સંપર્કમા રહેતો હોવાનુ જાણવા મળેલ હતું. વિષ્ણુભાઇ સગીરાને લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવીને અપહરણ કરી પોતાની સાથે ભગાડી ગયેલ હોઇ આ બાબતે સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...