તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સંખેડાના બહાદરપુરના સચિન પંડિતે પંખીઓ માટે પીવાના પાણીના 11 કુંડા અને ચણના 7 કુંડા મુક્યા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણી-ચણના કુંડા મુક્યા. - Divya Bhaskar
કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણી-ચણના કુંડા મુક્યા.
  • સચિન પક્ષીઓ માટે ગરમીમાં પાણીમાં ગુલકોન ડી અને ORS પણ ઉમેરે છે

સંખેડા તાલુકાના બહાદરપુર ગામના એનિમલ એંડ બર્ડ્ઝ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતે કાળઝાળ ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એ માટે પોતાના વાડામાં ઠેર ઠેર પાણીના કૂંડા મુક્યા.સવારથી રોજ અનેક પક્ષીઓ અહિયા પાણી પીવા માટે આવે છે.સંખેડા તાલુકાના બહાદરપુર ગામના એનિમલ એંડ બર્ડ્ઝ રેસક્યુ ટીમના સચિન પંડિતે પોતાના ઘરની પાછળ વાડામાં વિવિધ પ્રકારના કૂંડા મુકેલા છે.

આ કૂંડા રોજ ભરવામાં આવે છે. કૂંડા પણ ક્યાંક ઝાડના થડ ઉપર તો ક્યાંક જમીન ઉપર ઝાડની ડાળીએ, વાડામાં લટકાવેલા એંગલ ઉપર એમ વિવિધ જગ્યાએ કૂંડા જોવા મળે છે.વાડામાં કુલ 18 કૂંડા મુકેલા છે.એમાંથી 11 કૂંડા પાણીના અને 7 કૂંડા પક્ષીઓના ચણ માટેના છે. કૂંડામાં ગ્લુકોન ડી અને ઓઆરએસ પણ સચિન ભેળવે છે.

બીમાર પક્ષીને જાતે પાણી પીવડાવું છું
મેં અનેક પક્ષીઓ-પ્રાણીઓના રેસ્ક્યુ કર્યા છે.ઉનાળામાં પક્ષીઓને પીવાનું પાણી આપવા વાડામાં કૂંડા પાણીથી ભરીને રાખ્યા છે, જેને અમે રોજ જ ભરીએ છીએ.બિમાર પક્ષીઓને હું જાતે પાણી પીવડાવી દંઉ છું. - સચિન પંડિત,બહાદરપુર

અન્ય સમાચારો પણ છે...