તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

14 વર્ષથી નાણાં અટવાયા:સરદાર સુગરમાં સંખેડા-બોડેલીના ખેડૂતોના 11.62 કરોડ ફસાઈ ગયાં, નાણાં ચૂકવવા ગુંડીચાના તાલુકા પંચાયતના સભ્યની CMને રજૂઆત

સંખેડા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સંખેડા-બોડેલી તાલુકાના ખેડૂતોના સરદાર સુગરમાં ફસાયેલા નાણા 14 વર્ષ થવા છતાં ન મળતા ગુંડિચા તાલુકા પંચાયત સભ્ય શીલાબેન પટેલ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઇ છે. અવાર-નવાર ખેડૂતો દ્વારા સરદાર સુગરમાં છેલ્લે નાખેલી શેરડીના નાણાં આજદિન સુધી ન મળતા રજૂઆતો કરાયેલી છે પણ સરકારના પેટનું પાણી પણ નથી હાલતું. બીજી બાજુ આ નુકસાનની કળ આજદિન સુધી ખેડૂતોને વળી નથી.

હાલના બોડેલી તાલુકાના લઢોદ ગામે સરદાર પટેલના નામથી સરદાર સુગરની શરૂઆત 1999માં થઇ હતી અને 2007માં તો સરદાર ...અનુસંધાન પાના નં.3 સુગરનું બાળમરણ થઇ ગયું હતું. કુલ 17080 સભાસદો ધરાવતી આ સુગર 2007માં બંધ થઇ ત્યારે ખેડૂતોને તેઓએ નાખેલી શેરડીના 11.62 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હતા. જેનું ચુકવણુ આજદિન સુધી કરાયું નથી.

સરદાર સુગરમાં ફસાયેલા ખેડૂતોના નાણાં જલ્દીથી ખેડૂતોને મળે એ માટે ગુંડિચાના સામાજીક આગેવાન અતુલભાઇ પટેલ દ્વારા અવાર-નવાર સરકારમાં લેખિત રજૂઆતો કરાઇ છે. હાલમાં તેમની પત્ની શીલાબેન અતુલભાઇ પટેલ જે સંખેડા તાલુકા પંચાયતની ગુંડિચા બેઠકના સભ્ય છે. તેઓ દ્વારા પણ તાજેતરમાં મુખ્યમંત્રીને આ બાબતે લેખિત રજૂઆત કરાઇ છે. આ બાબતે મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા આ રજૂઆત સંદર્ભે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવને આ અરજી તબદીલ કરાઇ છે.

કરજણ વિધાનસભાની બેઠક પૂર્વે ગંધારા સુગરના ખેડૂતોને બાકી નાણાં ચૂકવાયા, અહિયા કેમ નહી?
કરજણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગંધારા સુગરમાં ખેડૂતોના નાણાં ફસાયેલા હતા તેનું ચૂકવણુ સરકાર દ્વારા કરાયું હતું. એવી જ રીતે સરદાર સુગરમાં સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતોના નાણાં ફસાયેલા છે એ ચૂકવવામાં કેમ નથી આવતા? એવા સવાલો ચર્ચાનો વિષય બનેલા છે.

અન્ય સમાચારો પણ છે...