તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સંખેડા ગ્રામ પંચાયતમાં છતના પોપડાં પડ્યા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરપંચ ઓફીસની બહારની છત પરથી પોપડા પડ્યા. - Divya Bhaskar
સરપંચ ઓફીસની બહારની છત પરથી પોપડા પડ્યા.
  • રાત્રે પોપડા ખરતાં કોઇને ઇજા નહીં, નવીન પંચાયત ઘરની કામગીરી સત્વરે થાય એવી માગ
  • ગ્રામ પંચાયતનું ઘર 32 વર્ષ જૂનંુ છે, ચોમાસાના સમયમાં છત પરથી ખૂબ જ પાણી ટપકે છે

સંખેડા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચની ઓફિસની બહાર છતના પોપડા પડ્યા હતા. જોકે સદનસીબે રાત્રિના સમય દરમિયાન પોપડા પડતા અરજદારો કે કર્મચારીઓ ના હોય કોઇને કોઇ ઇજા નહોતી થઈ. સ્લેબના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા. નવીન પંચાયત ઘર મંજૂર થયેલ હોવા છંતા હજી કામગીરી બાબતે કોઇ કાર્યવાહી નહીં થતાં કર્મચારીઓ અને અરજદારોના માથે જોખમ, સામે ચોમાસુ આવી રહ્યુ છે. ચોમાસામાં છત પરથી ખુબ જ પાણી પણ પડે છે.

સંખેડા ગ્રામ પંચાયત ઘર 32 વર્ષ જૂનુ છે. આ મકાનની છત પરથી ચોમાસા દરમિયાન પાણી પણ પડે છે અને જર્જરિત છત છે. જેથી નવીન પંચાયત ઘર બનાવવાની જરૂરીયાત હતી. ગત વર્ષે સંખેડા ગ્રામ પંચાયત ઘર નવીન બનાવવાની કામગીરી મંજૂર પણ થયેલી છે. પણ આ આ દિશામાં કોઇ ખાસ કાર્યવાહી કરવામાં આવેલી નથી.

સંખેડા ગ્રામ પંચાયત ઘરમાં રાત્રીના સમયે સરપંચની ઓફિસની બહારની છત પરથી સ્લેબના પોપડા પડ્યા હતા. રાત્રીના સમયે પોપડા પડ્યા હોઇ કોઇને કોઇ ઇજા થયેલી નથી. દિવસ દરમિયાન પંચાયત ઘરમાં અરજદારો, તેમજ કર્મચારીઓની આવ-જા રહે છે. જો દિવસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોત તો કોઇ ઇજાગ્રસ્ત થયા હોત.

નવું પંચાયત ઘર બનાવવાની દરખાસ્ત આપેલી છે, ટેન્ડર બહાર પડી ગયેલું છે
‘સંખેડા ગ્રામ પંચાયત ભવનમાં રાત્રે અચાનક 11 વાગ્યે સ્લેબમાંથી પોપડા પડ્યા હતા. નવી પંચાયત ઘર બનાવવાની દરખાસ્ત આપેલી છે. ટેન્ડર બહાર પડી ગયેલ છે પણ હજી કંઇ આવ્યું નથી. વહેલી તકે નવી પંચાયત ઘર બનાવવાનું આવી જાય તો આગળ ચોમાસુ પણ આવે છે તો સારુ રહે.”> જુગીબેન,તલાટી, સંખેડા ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...