ભંગાણ સર્જાવાની ભીતિ:સંખેડામાં પાણીની લાઇનની નબળી કામગીરી થયા બાદ કરાતી લીપાપોતી

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડામાં ભૂગર્ભ પાઈપલાઈનની કામગીરી કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેના પર આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
સંખેડામાં ભૂગર્ભ પાઈપલાઈનની કામગીરી કર્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેના પર આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું.
  • પાણીની લાઈન પૂરતી ઊંડાઈ સાથે ન નાખી, બાદ હવે તેના પર RCC કરાયું
  • ભવિષ્યમાં વાહનોના વજનના કારણે લાઈનમાં ભંગાણ સર્જાવાની ભીતિ

સંખેડા ગામમાં પાણીની લાઈન પૂરતી ઉંડાઇ સાથે ન નાખ્યા બાદ હવે તેની ઉપર આર.સી.સી.કામ કરીને લીપાપોતી થઈ રહી છે. ભવિષ્યમાં વાહનોના વજનના કારણે લાઈનમાં ભંગાણ થાય તો જવાબદાર કોણ? સંખેડા ગામમાં ભાગોળ વિસ્તારથી ટાંકી ગ્રાઉન્ડ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે પાઇપ લાઈન નાખવાની કામગીરી દિવાળી પૂર્વે શરૂ કરાઇ હતી. આ કામગીરી ચાલતી હતી. એ વખતે ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાઇપલાઇન જમીનમાં ત્રણ ફૂટ નીચે નાખવાની હતી. પરંતુ રાજકીય પીઠબળ ધરાવતા ઇજારદાર દ્વારા માંડ દોઢ ફૂટ જ પાઇપ જમીનમાં દબાવી હતી.

જમીનમાં ત્રણ ફૂટ નીચે પાઇપલાઇન દબાવવાથી તેની ઉપરથી કોઈ વાહન પસાર થાય તો વાહનના વજનના કારણે પાઇપ તૂટી જાય નહીં. સંખેડા ગામનો મુખ્યમાર્ગ સતત વાહનવ્યવહારથી ધમધમતો માર્ગ હોવા છંતા પણ પાઇપલાઇન જમીનમાં ત્રણ ફૂટ નીચે ન દબાવવાના કારણે ભવિષ્યમાં પાઈપલાઈનમાં ભંગાણ પણ થવાની શક્યતા છે. તેમ છંતા પાણી પુરવઠા વિભાગ કે સ્થાનિક પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. જેથી તેમની નિયત સામે પણ શંકાનો સૂર ઉભો થયો છે. હાલમાં આ પાઇપલાઇન નંખાઈ ગયા બાદ તેની ઉપર આર.સી.સી.નું કામ કરાઈ રહ્યું છે. હાલમાં સંખેડા બાલ મંદિર સુધી આ કામ થયું છે. પાઈપલાઈનની નબળી કામગીરી ઉપર હવે લીપાપોતી થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...