માર્ગદર્શન:સરકારી યોજનાનો લાભ વધુ મહિલાઓને મળે તે માટે રસ દાખવવા અનુરોધ કરાયો

સંખેડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષે વીડિયો મીટિંગ કરી માર્ગદર્શન આપ્યું

ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લાના તમામ કર્મચારીઓ અને નારી અદાલત રાજય કક્ષાના તમામ કર્મચારીઓ સાથે ગુગલ મીટ દ્વારા વિડીયો કોન્ફરન્સ કરી હતી. અધ્યક્ષે આ વીડિયો મીટીંગમાં કોરોનાની મહામારી વિષે સંબોધન કર્યુ હતું. મહિલાઓ વધુ જાગૃત બને, કોરોના સામે રક્ષણ મેળવી બીજી બહેનોને પણ માર્ગદર્શન પૂરું પાડે, ગરીબ, શ્રમિક મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાનો લાભ લઈ સ્વનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાલક્ષી નિર્ણયો લઈ અનેક યોજનાઓ અમલી કરી છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ મહિલાઓને મળી રહે તે માટે રસ દાખવવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલી કરી છે તેમાં વધુમાં વધુ મહિલાઓ લાભ લે અને કુટુંબને આર્થિક રીતે મદદ કરે એ અત્યારના સમયમાં આવશ્યક છે. કોવિડ-19માં આપણી અને કુટુંબની દેખરેખ અને સલામતી માટે કાળજી તથા સાવચેતી લેવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...