આવેદન:સંખેડાના તલાટીઓ દ્વારા ગામતળના વાડાની જમીનમાં ફેરફાર કરવા માગ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેવન્યુ ગામ નમુના નં.2ના ભાગ-1માં ફેરફાર કરવા મામલતદારને આવેદન

સંખેડા તાલુકાના તલાટીઓએ રેવન્યુ ગામ નમુના નં.2 ના ભાગ-1 માં ગામતળના વાડાની જમીનમાં વારસાઈ, વેચાણ, હકક કમી કે કોઈ પણ જાતનો ફેરફાર કરવા માટે હુકમ કરી આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. સંખેડા તાલુકાના તલાટીઓએ મામલતદાર વી.જે. શાહને આપેલ આવેદનપત્રમાં જણાવાયા મુજબ તાલુકામાં અગાઉ ગામતળના વાડામાં ગામ નમુના નં.2 ના ભાગ-1 માં ફેરફાર કરવા માટે ગામ નમુના નં.6માં નોંધ પાડી તે નોંધ પ્રમાણીત થયા પછી નોધની અસર આપવામાં આવતી હતી. જેથી કોઈ પ્રશ્ન ઉપસ્થીત નહતો.

પરંતું છેલ્લા 5 વર્ષથી તાલુકા કક્ષાએ ગામતળના વાડામાં ગામ નમુના નં.2 ના ભાગ–1 માં વારસાઈ, વેચાણ કે કોઈ પણ જાતનો ફેરફાર કરવા માટે તાલુકા કક્ષા ઈ-ધરા કેન્દ્રમાં નોંધ પાડવાની બંધ થયેલ હતી. જે પછી મામલતદાર તરફથી ગામતળના વાડામાં ગામ નમુના નં.2 ના ભાગ-1 માં વારસાઈ, વેચાણ કે કોઈ પણ જાતનો ફેરફાર કરવા માટે હુકમ કરી આપવામાં આવતા હતા. જેના આધારે તલાટીઓ ફેરફાર કરતા હતા.

પરંતુ છેલ્લા 6 માસથી ગામતળના વાડામાં ગામ નમુના નં.2 ના ભાગ-1માં વારસાઈ, વેચાણ કે કોઈ પણ જાતનો ફેરફાર કરવા માટે હુકમ કરવાનું બંધ કરવામાં આવેલ છે. મામલતદાર કચેરી તરફથી ગામતળના વાડામાં ગામ નમુના નં.2 ના ભાગ-1માં વારસાઈ, વેચાણ કે કોઈ પણ જાતનો ફેરફાર કરવાની આગળની કાર્યવાહી કરવા તલાટી કમ મંત્રીને આવવામાં આવે છે. પરંતુ ગામતળના વાડામાં ગામ નમુના નં.2 ના ભાગ-1માં વારસાઈ, વેચાણ કે કોઈ પણ જાતનો ફેરફાર કરવાની ડાયરેકટ સત્તા સરકારએ તલાટી કમ મંત્રીને આપેલ નથી.

તે માટે સક્ષમ સત્તાધિકારીનો હુકમ આધારે ફેરફાર કરવાની જોગવાઈ છે. તેમ છતા મામલતદાર કચેરી તરફથી આવા હુકમો કરવામાં આવતા નથી. જેથી સંખેડા તાલુકાના પ્રજાજનોને વારંવાર ધકકા ખાવા પડે છે. તથા દોષનો ટોપલો તલાટી કમ મંત્રીના શિરે નાખવામાં આવે છે.

જેથી ગ્રામજનો અને તલાટી કમ મંત્રી વચ્ચે વારંવાર તકરાર થાય છે. જેથી હવે પછી સંખેડા તાલુકામાં પ્રજાજનોને વારંવાર ધકકા ખાવા ન પડે તથા તલાટી કમ મંત્રીઓને શોષાવાનું ના થાય તે હેતુથી ગામતળના વાડામાં ગામ નમુના નં.2ના ભાગ-1માં વારસાઈ, વેચાણ કે કોઈ પણ જાતનો ફેરફાર કરવા મામલતદાર તરફથી હુકમ કરી આપવા લોકહીતમાં અમારી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...