માંગણી:માંજરોલ પંચાયતના 180 રેશનકાર્ડ ધારકોને અનાજ ન મળતા રજૂઆત

સંખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સંખેડા ના. મામલતદાર પુરવઠાને આવેદન અપાયા બાદ પણ કાર્યવાહી થઈ નથી

સંખેડા તાલુકાના માંજરોલ ગ્રામ પંચાયતના અમલપુર માંજરોલ, ભાવપુરા, ગોરધનપુરા, રઘુનાથપુરા, વડદલી આ ગામોનો સમાવેશ થાય છે. તેમાં મોટા ભાગે ગરીબી હેઠળના લોકો છે. અને તેમને અન્ન નાગરિક પંડીત દીન દયાલ ગ્રાહક ભંડારમાંથી તેમને અનાજ મળતું નથી. ગામના એક વ્યક્તિએ ગામનો સર્વે કરીને જેને અનાજ નથી મળતું તેનું સર્વે કર્યું. તેમાં જે મજુરી કરે છે. અને જે લોકો બેરોજગાર છે એમને એક પણ વિધુ જમીન નથી. તેવા ગરીબોના રેશનકાર્ડનું સર્વે કર્યું. તેવા 180 જેટલા રેશનકાર્ડ ધારકો છે. તેમને અનાજ નથી મળતું અને જેમની પાસે જમીન, ટ્રેકટર છે તેવા લોકોને અનાજ મળે છે.

એ બાબતે સ્થાનિક આગેવાન દ્વારા સંખેડા મામલતદાર ઓફીસમા પુરવઠા નાયબ મામલતદારને જાણ કરી હતી. આ સ્થાનિક આગેવાનને તેમણે જણાવ્યુ કે તમે જેવી રીતે ગરીબોના રેશનકાર્ડનું સર્વે કર્યું તેવી જ રીતે તમે ટ્રેકટર, જમીન, ગાડી-બંગલા ધરાવતા રેશનકાર્ડ ધારકોનું બી.પી.એલ.વાળા ધારકોનો સર્વે કરો. અને જેઓ જમીન, ગાડી, બંગલા ધરાવતા હોય તેવા કાર્ડ ધારકોનું રેશનકાર્ડ રદ્દ કરીને સર્વે કરેલાઓનું નામ ચઢાવી દઈએ. એમ કરવા જઈએ તો ગામમાં ભારે વિરોધ થાય. અગાઉ નાયબ મામલતદાર પુરવઠાને આવેદનપત્ર આપ્યું હોવા છતા કોઈ જ કાર્યવાહી ન થતા આખરે સ્થાનિક આગેવાનોએ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણને આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...