પૌરાણિક કિલ્લાને નુકસાન:સંખેડાના કિલ્લાઓના અવશેષો નામશેષ થવાના આરે, ક્યાંક મોટી તિરાડો છે, ક્યાંક ઝાડી-ઝાંખરાં તો ક્યાંક વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પુરાતત્વ વિભાગ દ્વારા આ અવષેશની કાળજી ન લેવાતા દર વરસે વધુને બધુ આ પૌરાણિક કિલ્લાને નુકસાન થઇ રહ્યું છે. - Divya Bhaskar
પુરાતત્વ વિભાગ દ્વારા આ અવષેશની કાળજી ન લેવાતા દર વરસે વધુને બધુ આ પૌરાણિક કિલ્લાને નુકસાન થઇ રહ્યું છે.
  • પુરાતત્વ વિભાગ દ્વારા કાળજી ન લેવાતાં પૌરાણિક કિલ્લાને નુકસાન થઇ રહ્યુ છે

સંખેડા ગામમાં ચોરા બસ સ્ટેન્ડ નજીક આવેલ ઐતિહાસિક ઇમારતોના અવશેષો જાળવણી બાબતે તંત્રની બેદરકારી છતી થઇ છે. ચોમાસા દરમિયાન આ ઐતિહાસીક ઇમારતોના અવશેષો ઉપર જંગલી વનસ્પતી ઉગી નિકળેલી છે. જેને દૂરીને રંગરોગાન કરાવાય તો આ ઇમારતોના અવશેષો જળવાયેલા રહે અને એનાથી આ ઇમારતોના અવશેષોની સુંદરતા પણ વધી શકે.

સંખેડા ગામમાં ચોરા બસ સ્ટેન્ડ પાસેથી લઇને ટાંકી ગ્રાઉન્ડ સુધીના વિસ્તારમાં અનેક ઐતિહાસિક ઇમારતોના અવશેષો જોવા મળે છે. પૌરાણિક કિલ્લા તેમજ અન્ય બાંધકામો જે તૂટેલી અવસ્થામાં પણ છે. ક્યાંક મોટી તિરાડો છે. ક્યાંય ઝાડી-ઝાંખરા તો ક્યાંક વૃક્ષો પણ ઉગી નિકળેલા છે. આમાં પ્રવેશવાના માર્ગ ઉપર કમાન આકારના બાંધકામ પણ પ્રવેશદ્વાર જેવા જોવા મળી રહ્યા છે. આવા ઐતિહાસિક બાંધકામ જે અત્યંત બિસ્માર બની ગયેલા છે. તેની જાળવણી બાબતે પુરાતત્વ વિભાગ દ્વારા જરૂરી કાળજી લેવાય તો આવા બાંધાકામોનો વારસો પણ સચવાયેલો રહે. કમાનવાળા ગેટમાંથી પોલીસ સ્ટેશન તેમજ બ્લોક હેલ્થ ઓફિસે જવાય છે. અહિયા આવેલા ક્વાર્ટ્સમાં પણ કેટલાક પરિવારો વસેલા છે. આ લોકો ઉપરાંત અન્ય કચેરીઓમાં આવતા જતા કર્મચારીઓ અને અરજદારોમાં એક પ્રકારે ભયની લાગણી પણ છે. સંખેડાના ગ્રામજનો માટે ગર્વસમાન કહી શકાય એવા આ કિલ્લાના અવશેષો છે. જો આની જાળવણી બાબતે તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી નહી થાય તો જતા દિવસે એ નામશેષ બની જશે.

અન્ય સમાચારો પણ છે...