સૂચના:બોડેલી તાલુકાના અસરગ્રસ્તોની વ્હારે ધાર્મિક - સામાજીક સંસ્થાઓ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટર દ્વારા વ્યક્તિગત મોનિટરિંગ કરવા તંત્રને સૂચના અપાઈ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારના નાગરિકો માટે જિલ્લા વહીવટીતંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંગઠનોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. બોડેલી તાલુકાના અસરગ્રસત વિસ્તારના નાગરિકો માટે શ્રી નિલકંઠ ધામ પોઇચા, આર્ટ ઓફ લિવિંગ, વરદાન, જિલ્લા વહીવટીતંત્ર તથા બરોડા ડેરી અલ્હાદપુરા દ્વારા અનાજની કીટ, દુધ તેમજ ફુડપેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અસરગ્રસ્ત નાગરિકોને યોગ્ય મદદ મળી રહે તે માટે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા વ્યક્તિગત મોનિટરિંગ કરી જિલ્લા વહીવટીતંત્રને સુચનાઓ આપવામાં આવી રહી છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત ગામના નાગરિકોને અનાજ વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જિલ્લામાં આવેલી કુદરતી આપત્તિ બાદ આપદાગ્રસ્ત નાગરિકો માટે સામે આવેલ શ્રી નિલકંઠ ધામ પોઇચા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને 1790 ફુડ પેકેટ, આર્ટ ઓફ લિવિંગ દ્વારા 300 અનાજની કીટો, વરદાન દ્વારા 460 અનાજ કીટ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1450 અનાજ કીટ અને બરોડા ડેરી અલ્હાદપુરા દ્વારા 6600 દુધના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લા રેતી લીઝ એસો. દ્વારા અનાજ સહિતની કીટનું વિતરણ કરાયું
જબુગામ : બોડેલી વિસ્તારમાં પુરથી થયેલા નુકસાનને કારણે અસરગ્રસ્તોને છોટાઉદેપુર સેન્ડ એસોસિએશન દ્વારા અનાજ સહિતની કીટનું વિતરણ કરાયું હતું. છોટાઉદેપુર જિલ્લા રેતી લીઝ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ ઓડ, જયેશભાઈ પટેલ, બોડેલી તાલુકાના લીઝ એસોસિએશનના પ્રમુખ ગોવિંદભાઈ વણઝારા તેમજ લીઝ હોલડરો દ્વારા અસરગ્રસ્તોને સીધા જરુરીયાતની ચીજવસ્તુઓ, સામાનની કીટ્સ બનાવીને તેનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું.

સંખેડા તાલુકાના લુણાદ્રામાં વીજળી પડવાથી ભેંસના મોત અંગેની સહાય ચૂકવાઈ
સંખેડા : સંખેડા તાલુકાના લુણાદ્રા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત થયું હતું.તેની સહાય ચૂકવાઈ. તા.9 જુલાઈના રોજ લુણાદ્રા ગામના રાઠવા રૂસત્મ ભાઇ ચિમાભાઈની ભેંસ ઝાડ નીચે બાંધેલી હતી.તેની ઉપર વીજળી પડવાથી ભેંસનું મોત થયું હતું. આ ભેંસના આકસ્મિક મોત બાદ તેની સરકારી સહાયનો ચેક ગુરુવારે તાલુકા પંચાયતમાં પ્રમુખ સંજયભાઈ દેસાઈના હસ્તે ભેંસના માલિક રાઠવા રૂસત્મ ભાઇ ચિમાભાઈને આપવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...