ઉચ્છ નદીએ વિનાશ વેર્યો:છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર 2178નું સ્થળાંતર : કાંઠાના ગામો એલર્ટ

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદ અને ઉપરવાસની આવકે ગાંડીતૂર ઉચ્છ નદીએ વિનાશ વેર્યો
  • બોડેલી-ઢોકલિયામાંથી પણ 800 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં

છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે બારેમેઘ ખાંગા થયા હતાં. જિલલામાં સર્વત્ર પાણી થઇ ગયુ હતું. બોડેલીમાં રવિવારે 22 ઇંચ વરસાદથી રજા નગર અને દીવાન ફળિયામાં નળિયા સુધી પાણી ભરાયાં હતાં . જોકે પાણી ઉતરતા લોકો ઘરમાં પરત ગયા હતાં. પરંતુ હવામાન વિભાગે રેડએલર્ટ જાહેર કરતાં રજા નગર અને દિવાન ફળિયામાં પુન: 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. દરમિયાન જિલ્લામાં રેડ એલર્ટના પગલે બીજા દિવસે પણ 2178 લોકોનું સ્થળાંતર યથાવત રહ્યુ હતું. તેમજ કાંઠા વિસ્તારના 10 ગામોને પણ એલર્ટ કરી સલામત સ્થળે ખસી જવા આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...