ભાસ્કર વિશેષ:સંખેડામાં પાણીની લાઈન ઉપર માટી પુરાણ પછી હવે આરસીસીની કામગીરી પણ અધૂરી

સંખેડા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાંકી ગ્રાઉન્ડ તરફના રસ્તે ખોદકામ બાદ કામગીરી છોડી દેતાં હાલાકી
  • નબળી કક્ષાની લાઇન નાખવા અંગે હજુ કોઇ કાર્યવાહી નહીં

સંખેડા ખાતે પાણીની લાઈનનું કામ થયા બાદથી વિવાદ શમવાનું નામ જ નથી લેતો. નબળી કક્ષાની પાણીની લાઈન નાખવા બાબતે હજી સુધી પાણી પુરવઠા વિભાગ દ્વારા કે સ્થાને ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે હવે પાણીની લાઈન નાખ્યા બાદ તેની ઉપર કેટલીક જગ્યાએ આરસીસીનું કામ કરવાનું છોડી દેવાયું છે.

સંખેડામાં દિવાળી સમયે જ પાણીની લાઈન નાખવા માટે થયેલા ખોદકામથી વેપારીઓ અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે પાણીની લાઈન નખાઇ તો ખરી પણ તેની ઉપર પુરાણ કર્યા બાદ આરસીસીનું કામ અત્યંત નબળી કક્ષાનું કરવામાં આવ્યું હોવાની ફરિયાદો પણ ઉભી થઈ હતી. પાણીની લાઈનની ઉપર માટીકામ થયા બાદ હજુ પણ દશાલાડની વાડી તરફ જવાના રસ્તા પાસે કેટલીક જગ્યાએ આરસીસીનું કામ થયું નથી. તો સંખેડા ટાંકી ગ્રાઉન્ડ તરફ જવાના રસ્તા ઉપર પણ આ પ્રકારે આરસીસીનું કામ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...