રજૂઆત:અકસ્માત સર્જતા જર્જરિત છ નાળા નવા-પહોળા બનાવવા 6 વર્ષથી રાવ

સંખેડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા અર્જુનનાથ મંદિર તરફ જવાના રસ્તે આવેલું સાંકડું નાળુ. - Divya Bhaskar
સંખેડા અર્જુનનાથ મંદિર તરફ જવાના રસ્તે આવેલું સાંકડું નાળુ.
  • સંખેડા અને બોડેલીમાં ક્યાંક લો લેવલના જૂના નાળા છે તો ક્યાંક સાંકડા નાળા છે
  • અહીંયા અવાર-નવાર અકસ્માત સર્જાય છે, પેરાફિટ તૂટી પડે છે

સંખેડા અને બોડેલી તાલુકાના છ જેટલા નાળા જુના છે. આ નાળા જુના અને સાંકડા હોવાના કારણે અવાર-નવાર અકસ્માત થાય છે. પેરાફીટ પણ તુટે છે. જેથી નવા અને પહોળા નાળા-સ્લેબડ્રૈન બનાવવા માટેની અવાર-નવાર સરકારમાં રજૂઆત કરાઇ છે. દરખાસ્ત પણ સ્ટેટ આર એંડ બી.દ્વારા કરવામાં આવેલી હોવા છતા પણ આ બાબતે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. છેલ્લા ચાર વરસથી દરખાસ્ત કરાઇ રહી છે. ધારાસભ્ય દ્વારા પણ લેખિત રજૂઆત કરાયેલી છે.

સંખેડા અને બોડેલી તાલુકામાં રાજ્ય ધોરીમાર્ગ અને જિલ્લા માર્ગ અને ગ્રામ્ય માર્ગ પરના વર્ષો જુના સાંકડા નાળા-સ્લેબડ્રેઇનના સ્થાને પહોળા નાળા-સ્લેબડ્રેઇન બનાવવાની રજુઆત તત્કાલીન નાયબ મુખ્યમંત્રીને પણ કરાઇ હતી. જે રજુઆત કરાઇ હતી એ મુજબ બહાદરપુર-ભાટપુર-વાસણા રોડ ઉપર અર્જુનનાથ મહાદેવ મંદિર નજીક જુના નાળાને તોડીને નવિન નાળુ બનાવવાની જરુરીયાત છે. અહિંયા તીવ્ર વળાંક પણ નજીક આવે છે. જેથી દર વરસે એકાદ અકસ્માત થાય છે.

પીપળિયા-માલપુર-ખુનવાડ-સોનગીર-ઇન્દ્રાલ રોડ ઉપર ખુનવાડ નજીક ચોમાસામાં પાણી નાળા ઉપરથી જાય છે. ઉપરાંત અહિયા ઉંચો ઢાળ પણ છે. જેથી કેટલીક વખત વધારે વજન વજન ભરેલ વાહન પાછુ પડે છે. ઉપરાંત વડદલા-સરગી-દેસણ રોડ પરનું જુનું સ્લેબડ્રેઇન તોડી નવિન બનાવવા માટે, કડીલા-ખેરવા-ડુમા રોડ ઉપર લે લેવલ નાળાની જગ્યાએ નવિન સ્લેબડ્રેઇન બનાવવા માટે અને સંખેડા તાલુકાના બહાદરપુર-વાસણા રસ્તા ઉપર સંખેડા ગામ પર પાકી ગટર પ્રોટેક્ષન વોલ તેમજ પાઇપ નાળાની કામગીરી કરવા માટેની રજુઆત કરાઇ છે.

સંખેડા તાલુકાના હાંડોદ-કરાલી-કઠોલી રોડ પરનું નાળુ નવું બનાવવા માંગ
સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારમાં હાંડોદ-કરાલી-કઠોલી રોડ પરનું નાળુ વર્ષો જુનું છે. એના કોતર ઉપર બનેલા આ નાળાનું નવિની કરણ કરવા સાથે તેને પહોળુ કરવા માટેની માંગ પણ સ્થાનિકો લાંબા સમયથી કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...