આયોજન:સંખેડા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રેલી યોજાઈ

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંખેડા અંબા માતાના મંદિરથી ડી.બી.પારેખ હાઇસ્કૂલ સુધી રેલી યોજાઈ હતી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સંખેડા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. સંખેડા અંબા માતાના મંદિરથી ડી.બી.પારેખ હાઇસ્કૂલ સુધી રેલી યોજાઈ હતી. જજ એચ.કે.વછરાજાનીએ લીલીઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ સંખેડા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. 2જી ઓક્ટોબરથી તા.14 નવેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. રવિવારે સવારે રેલીનું આયોજન કરાયું હતું. સંખેડા અંબા માતાના મંદિરેથી રેલીને પ્રસ્થાન કરાવાયું હતું.

આ પ્રસંગે સંખેડાના જ એચ.કે.વછરાજાની ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લીલીઝંડી ફરકાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં વિદ્યાર્થીઓ હાથમાં વિવિધ બેનરો લઇ ઘૂમ્યા હતા. આ પ્રસંગે સંખેડાના પી.એસ.આઇ. એમ.એસ.સુતરીયા સંખેડા વકીલ મંડળના પ્રમુખ વકીલ પ્રદીપભાઈ ઠાકર,વકીલ કે.કે.પટેલ,વકીલ આર.કે પટેલ,વકીલ શીતલબેન ભાવસાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં રેલીના સમાપન વખતે સંખેડા જજ એચ.કે.વછરાજાનીએ વિદ્યાર્થીઓને વિવિધ કાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...