તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:સંખેડા પંથકમાં વરસાદી માહોલ જામતો નથી, આકાશ પણ કોરુંકટ જોવા મળ્યું

સંખેડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક દિવસોથી સંખેડા પંથકમાં જાણે મેઘરાજા રિસાયા હોય એમ વરસતા નથી. અત્યાર સુધી સંખેડા તાલુકામાં માત્ર 197 મિલીમીટર જેટલો જ વરસાદ વરસ્યો છે. આ વરસાદ ગયા વર્ષની સરખામણીમાં ઘણો જ ઓછો છે. આ વર્ષે વરસાદી સિસ્ટમ હજી સક્રિય થઇ નથી. પણ છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરાઇ રહી છે. પણ છતાંય સંખેડા પંથકમાં જે આકાશ છે એ આકાશની અંદર હજીયે કાળાડિબાંગ વાદળા જોવા મળતા નથી આકાશ કોરું કટ દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...