ધરપકડ:ચોરીની મોટર સાયકલ સાથે બે પર પ્રાંતિયો ઝડપાયા

સંખેડા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર LCBએ બોડેલી સેવાસદન પાસેથી ઝડપી પાડ્યા

એચ.એચ. રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી. છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બોડેલી સેવાસદન સામે હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન બે ઇસમ એક બજાજ પલ્સર 220 મો.સા. લઇને જતા હતા. તેઓ ઉપર શંકા જતા મો.સા. ચાલકને ઉભો રહેવાનો ઇશારો કરતા મો.સા. ચાલકે મો.સા. ઉભી રાખતા ગાડીના કાગળો તથા ગાડીની માલિકી અંગે આધાર-પુરાવો માંગતા તે બન્ને પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ ન હતા.

જેથી સદર મો.સા.ના ચેચીસ તથા એન્જીન નંબર ઉપરથી ખાત્રી તપાસ કરતા વડોદરા શહેરની હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી મો.સા.ના માલિકનો સંપર્ક કરતા તેઓએ પોતાની મો.સા. ચોરી અંગે વડોદરા શહેર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવેલાનું જણાય આવ્યું હતું. જેથી બન્ને ઇસમોને સી.આર.પી.સી. 41 (1) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અટકાયત કરાયેલ બંન્નેમાં ફુલસીંગભાઇ ચીમાભાઇ ચૌહાણ રહે.મોરીયા ગામ તા.કઠીવાડા જિ. અલીરાજપુર એમ.પી. અને નરેશભાઇ ધનસીંગભાઇ ભીંડે રહે. આંબાડબેરી તા. કઠીવાડા જિ. અલીરાજપુર એમ.પી.ના છે.

અન્ય સમાચારો પણ છે...