પાણીની સમસ્યા:4 દિવસથી લાઈટ વિના ડેબરી કડાઈ અને સરસિંડા ગામે પીવાના પાણીની સમસ્યા

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે પુરથી અસરગ્રસ્ત ડેબરી કડાઈ અને સરસિંડા,ધોળી અને સુંદરપુરા ગામની મુલાકાત લીધીહતી. - Divya Bhaskar
તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખે પુરથી અસરગ્રસ્ત ડેબરી કડાઈ અને સરસિંડા,ધોળી અને સુંદરપુરા ગામની મુલાકાત લીધીહતી.
  • તા.પં. પ્રમુખ સંજય દેસાઈએ ઉપપ્રમુખને ત્યાંથી જનરેટર લાવી વોટરવર્ક્સ ચાલુ કરાવ્યું

સંખેડા તાલુકાના ડેબરી કડાઈ, સરસિંડા છાછા,સુંદરપુરા અને ધોળીમાં થયેલા નુકશાન બાબતે તાલુકા પંચાયત પ્રમુખે સર્વે તાત્કાલિક કરીને સહાય ચૂકવવા તંત્રને સૂચના આપી.ડેબરી કડાઈ અને સરસિંડા છાછા ગામે 4 દિવસથી લાઈટના અભાવે પીવાના પાણીની સમસ્યા હતી.તાત્કાલિક ઉપપ્રમુખને ત્યાથી જનરેટર લાવી પાણી ચાલુ કરાવ્યું.

સંખેડા તાલુકામાં સતત વરસેલા વરસાદને કારણે તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઉચ્છ નદી ગાંડીતુર બની હતી જેને કારણે ઉચ્ચ નદી કિનારાના વિસ્તારમાં ખૂબ જ વિનાશ વેર્યો છે સંખેડા તાલુકાના ડેબરી કડાઈ તેમજ સરસિંડા છાછા ગામોમાં લાઈટ ના થાંભલા પડી જવાને કારણે લાઈટો ચાર દિવસથી નથી જેને લઇને લોકોને પીવાના પાણીની અતિ ગંભીર સમસ્યા સર્જાઈ હતી

સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈએ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જીતુભાઈ માછી અને આ વિસ્તારના સરપંચ નરેન્દ્રભાઈએ આ ગામોની મુલાકાત લીધી હતી. આ બાબતે વધુ માહિતી આપતા તા.પં. પ્રમુખ સંજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,”ડેબરી કડાઈ અને સરસિંડા છાછા ગામે લાઈટ ન હોવાથી 4 દિવસથી પીવાના પાણીની સમસ્યા હતી.

જેથી તા.પં.ઉપપ્રમુખ જીતુભાઈને ત્યાંથી જનરેટર લાવી વોટરવર્ક્સ ચાલુ કરવા જણાવ્યું છે.તેમજ વીજ કંપનીના કર્મચારીને પણ અહીંયા તાત્કાલિક લાઈટો આવે એ માટે કામગીરી કરવાની સૂચના આપી છે.ધોળી અને સુંદરપુરામાં થયેલા નુકસાનનો સર્વે કરવા માટેની પણ સૂચના આપી છે.”

અન્ય સમાચારો પણ છે...