તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બિન સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકો દ્વારા પડતર પ્રશ્નો અંગે રજૂઆત

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

લાંબા સમયથી બિન સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નો છે. જેનો ઉકેલ ન આવતા હવે શિક્ષકો દ્વારા પણ પોતાના આ પ્રશ્નોની રજૂઆતોનો દોર શરૂ કરાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં 12 જેટલી બીના સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે.

છોટાઉદેપુર જિલ્લાની આ તમામ શાળાઓના પ્રશ્નો અંગે શિક્ષકોએ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણને આપેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના જે શૈક્ષણિક કર્મચારીઓ તા. 18 જૂન 1999ના ઠરાવ મુજબ વિદ્યા સહાયક તરીકે નિમણૂંક પામ્યા છે. તેઓની ઉચ્ચતર પગાર ધોરણનાં હેતુ માટેની નોકરી સળંગ ગણવા બાબતે વારંવાર રજૂઆત કરાઈ છે. જે ધ્યાને લઇને વિદ્યા સહાયક તરીકેની સેવાઓને નોકરીના વર્ષોમાં ગણતરીમાં લેવી તથા ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો.

સમાન કામ સમાન લાભોના સિદ્ધાંત અનુસાર શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની જેમ સમાન રીતે કરાતા તમામ પ્રકારના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કાર્યોને ધ્યાને લઇ શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોની જેમ 4200નો ગ્રેડ પે આપવો. 20 સપ્ટેમ્બર 2017ના સાતમા પગાર પંચના ઠરાવની શરત નંબર-5 મુજબ પાંચ હપ્તામાં ચૂકવવાના થતા હપ્તાની રકમની સત્વરે રોકડમાં ચૂકવણી કરવી.

તબીબી ભથ્થું મેળવતા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તબીબી સેવાના નિયમોનુસાર જે કર્મચારીઓને તબીબી સારવાર ખર્ચ મળતો હોય તેને તબીબી ભથ્થુ મળે એ શરત ધ્યાને લઇ તબીબી સારવાર ખર્ચ તથા અવસાન પામનાર કર્મચારીઓને રહેમરાહે રોકડ સહાય ચૂકવવના આદેશો કરવા. સાતમા પગાર પંચના અમલીકરણ માટે 20 સપ્ટેમ્બર 2017ના ઠરાવની શરત નં-13થી રદ થયેલી અને 20 સપ્ટેમ્બર 2017 પછી નિવૃત્તિ કે અન્ય કારણોસર ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી ભરતીની મંજૂરી આપવી.

રાજ્યમા હાલ માત્ર 540 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ કાર્યરત .છે અને તેમા માત્ર 2700 શિક્ષકો ફરજ બજાવે છે. તે પૈકી 900 જેટલી જગ્યાઓ ભરતી બંધ હોવાથી ખાલી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓનું ખરેખર વર્તમાન મહેકમ લગભગ રૂા.1800 છે. જો આ કાર્યરત 540 શાળાઓને સ્વનિર્ભરમાં ફેરવી દઈ આ 1800 કર્મચારીઓના મહેકમને શિક્ષણ સમિતિની શાળાઓમાં સમાવી લેવાની છેલ્લા 10 વર્ષથી કરાયેલ રહેલી માંગણી પરત્વે સકારાત્મક નિર્ણય લેવાય એ હેતુથી આવેદનપત્ર અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...