સૌથી સારું પરિણામ:પેપર સોલ્યુશનની પ્રેક્ટીસ અને શિક્ષકોની ઘટ પુરાતા છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ વધ્યું

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને ટૂંકા સમયમાં વધુ સારી તૈયારીઓ કરાવવા માટે આયોજન કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જિલ્લો નવો બન્યો ત્યારથી અત્યાર સુધીનું સૌથી સારું પરિણામ આવ્યું છે. છોટાઉદેપુર ઇ. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાનું પરિણામ કેવી રીતે સુધારી શકાય એની શક્યતાઓ ચકાસી અને પછી પરિણામ સુધારણા માટે જરૂરું પગલાં ભર્યા અને ટિમ છોટાઉદેપુર દ્વારા જિલ્લાનું પરિણામ સુધરે એ માટે પ્રયત્નશીલ બની ગયા હતા.

આ બાબતે છોટાઉદેપુર જિલ્લા ઇ. જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્ણાબેન પચાણીએ જણાવ્યું હતું કે, “છોટાઉદેપુર જિલ્લામાં પરીક્ષાના એક મહિના અગાઉ ચિંતન શિબિર યોજી હતી. જેમાં વિદ્યાર્થીઓને ટુંકા સમયમાં વધુ સારી તૈયારીઓ કરાવવા માટે આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા હતા. જેના થકી માર્ગદર્શન મેળવી શક્યા. જે શાળાઓમાં શિક્ષકો નહોતા ત્યાં છેલ્લા બે વર્ષમાં ભરતી થઇ હતી.

છેલ્લા 5 વર્ષના અને અન્ય પેપરો લખવાની પ્રેક્ટીશ વિદ્યાર્થીઓને છેલ્લા દિવસો સુધી કરાવાઇ હતી. જેથી સારો ફાયદો થયો. શિક્ષકોએ કોરોના સમયમાં શેરી શિક્ષણ થકી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. આ બધાને કારણે પરિણામ વધ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...