તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:કોસિન્દ્રા સબ ડિવિઝનના 8 ગામના 12 મકાનોમાંથી વીજચોરી ઝડપાઇ

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 146 ઘરમાં વીજ ચેકિંગ કરાતા રૂા.99071ની વીજચોરી મળી
 • વીજ કંપનીની 8 ટીમોએ આકસ્મિક વીજ ચેકિંગ કર્યું

એમ.જી.વી.સી.એલ.ના કોસીન્દ્રા સબ ડિવિઝનના 8 ગામોમાં વીજ કંપનીની 8 ટીમો દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાતા 12 વીજ ચોરીના કેસ ઝડપાયા. કુલ 99071 રૂપિયાની વીજચોરી ઝડપાઇ હતી. તમામ કેસ ઘર વપરાશની લાઇટની વીજચોરી હતી.

બોડેલી તાલુકાના કોસીન્દ્રા MGVCLના સબ ડિવિઝન વિસ્તારના 8 ગામોમાં ડભોઇ, બોડેલી ડિવિઝનની 8 ટીમો દ્વારા સવારે 8 વાગ્યાથી વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જે અંગે ડેપ્યુટી એન્જિનિયર એચ. એચ.પીઠવાએ જણાવ્યું હતું કે, કુલ 146 ઘર વપરાશના કનેક્શન ચેક કરાયા હતા. જેમાંથી 12 કનેકશનમાં વીજચોરી ઝડપાઇ હતી. જેમાં પાંચ તો લંગર નાંખીને ડાયરેક્ટ વીજચોરી કરતા ઝડપાયા હતા. જ્યારે 4 મીટર બાયપાસ કરીને વીજચોરી કરતા હતા. આમ કુલ રૂપિયા 99071ની વીજચોરી ઝડપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો