ચૂંટણી:સંખેડામાં 80 + વયના અને દિવ્યાંગ સાથે 18 મતદારોનું પોસ્ટલ મતદાન

સંખેડા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે પ્રથમવાર 80 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો માટે વિશેષ કાળજી રખાઇ
  • 80 વર્ષથી વધુ વયના 17 અને 1 દિવ્યાંગે પોસ્ટલ બેલેટ દ્વારા ગુપ્ત મતદાન કર્યું

સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં 80 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ 19 મતદારો પૈકી 18 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચૂંટણી પંચ દ્વારા સૌ પ્રથમ વખત આ વખતે 80 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારોની સવિશેષ કાળજી રાખી છે. પહેલી વખત જ ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી વધુ વયના તેમજ દિવ્યાંગ મતદારો જે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા ઈચ્છતા હોય તે માટે જરૂરી કાર્યવાહી કરી તેમના માટે પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા હતા. જેનું પોસ્ટલ બેલેટથી ગુરુવારે મતદાન થયું હતું. મતદાન કુટિર ઉભી કરીને ગુપ્ત મતદાન કરાવાયું હતું.

ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તે મતદારના ઘરે પહોંચ્યા હતા. અને એ મતદારનું પોસ્ટલ બેલેટથી ગુપ્ત મતદાન કરાવ્યું હતું. સંખેડા મામલતદાર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે, કુલ 19 મતદારો 80 વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ હતા. જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના હતા. તે 19 પૈકી 18 મતદારોનું મતદાન થયું છે. આમ આ વખતે ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી વધુ ઉમરના અને દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી આવા મતદારો તેમના મતદાનનો અધિકાર વાપરી શકે.

અન્ય સમાચારો પણ છે...