હાલાકી:હેરણ કેનાલ મારફતે સંખેડા-બોડેલીના ખેડૂતોને પાણી ના મળે તેવી શક્યતા

સંખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવીન કેનાલના કામ માટે આ મહિનામાં વર્ક ઓર્ડર અપાશે
  • ડિસેમ્બર​​​​​​​ મહિના સુધી બે વખત પાણી મળે તેવી ખેડૂતોની માગ

સંખેડા બોડેલી તાલુકાના 24 ગામોને હેરણ કેનાલ મારફતે 3400 હેકટર જમીનની સિંચાઈ માટે પાણી ન મળે એવી શક્યતા. નવીન કેનાલના કામ માટે આ મહિનામાં વર્ક ઓર્ડર અપાશે. જોકે ખેડૂતો ડિસેમ્બર મહિના સુધી બે પાણી મળે એવી માંગ કરી રહ્યા છે.

સંખેડા બોડેલી તાલુકાની હેરણ કેનાલ આધારિત 24 ગામો માટેની સિંચાઇની વ્યવસ્થા માટેની કાચી કેનાલોને નવીન પાકી કેનાલ બનાવવા માટેની કામગીરીનો વર્ક ઓર્ડર આ મહિનામાં અપાશે. નવીન કેનાલનું કામ કરવા માટે સિંચાઈ માટે અપાતું પાણી અપાશે નહીં. જો કે સામા પક્ષે ખેડૂતો ડિસેમ્બર મહિના સુધી બે પાણી મળે એવી માંગ કરી રહ્યા છે.

તાજેતરમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે મીટિંગ પણ યોજાઈ હતી. કોસીન્દ્રા, વાસણા, વાઘેથા, ભાટપુર સહિતના 24 ગામોની 3400 હેકટર જમીનની સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી હેરાન કેનાલમાં પાણી અપાતું હતું. જેના થકી આ વિસ્તારના ખેડૂતોને ખરીફ અને રવી બંને સિઝન માટે પાણી મળતું હતું. પણ આ વર્ષે કેનાલ નવી બનાવવા માટેનો વર્ક ઓર્ડર અપાશે.

અન્ય સમાચારો પણ છે...