તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:છોટાઉદેપુર જિલ્લામાં 10 જુલાઈએ નેશનલ લોકઅદાલતનું આયોજન

સંખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ઝડપી ન્યાય અપાવવા સમયાંતરે લોક અદાલતો યોજાય છે

છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. 10 જુલાઈને શનિવારનાં રોજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સજજ પી.વી. શ્રીવાસ્તવનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત તેમજ તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલા ભરવામાં આવતા હોય છે. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ અને રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદશન મુજબ જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્તરે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવતી હોય છે. રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, દ્વારા સમયાંતરે લોકોને ઝડપી ન્યાય અપાવવા નેશનલ લોકઅદાલતનું આયોજન કરાય છે.

જેમાં સમાધાનલાયક ફોજદારી તેમજ દિવાની કેસમાં શકય તેટલો ઝડપથી અને સંતોષ કારક ન્યાય આપવા પ્રયાસ થતાં હોય છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં 10 જુલાઈને શનિવાર રોજ યોજાનાર લોકઅદાલતમાં લગ્નવિષયક, મોટર વાહન અધિનિયમ -1988 અંતર્ગત તકરારો સિવાયની અકસ્માતને લગતા કેસો (એમ.એ.સી.પી.કેસો), ફોજદરી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138ના કેસો, લગ્ન સબંધી ફેમીલી કેસો, મહેસુલને લગતા કેસો, ભરણપોષણ કેસો, એલ.એ.આર.ના કેસો, હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના બેંકના વિગેરે, વીજળીના તથા પાણીના (ચોરી સિવાયના) પ્રિલીટીગેશન કેસોમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક સમાધાન કરવા માટે છોટાઉદેપુર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ઈ/ચા. સચિવ આર.પી.દેવેન્દ્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...