સન્માન:હાંડોદના પિનાકીન પટેલને કોરોના વખતે સારી કામગીરી બદલ એવોર્ડ અપાયો

સંખેડા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાંડોદના પીનાકીન પટેલને દિલ્હીમાં એવૉર્ડ અપાયો હતો. - Divya Bhaskar
હાંડોદના પીનાકીન પટેલને દિલ્હીમાં એવૉર્ડ અપાયો હતો.
  • CAGના હસ્તે દિલ્હીમાં એવૉર્ડ અપી સન્માનિત કરાયા

સંખેડા તાલુકાના હાંડોદ ગામના નિવાસી પિનાકિન.ટી.પટેલ.જે ઓડિટ એન્ડ એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટ (ગુજરાત) અમદાવાદ ખાતે સિનિયર એકાઉન્ટ્સ તરીકે ફરજ બજાવે છે. જેમને કોવિડની મહામારીમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સીએજી ઓફ ઇન્ડિયાની ઓફિસમાંથી કોવિડ-19 પેન્ડેમીકના એવોર્ડ માટે વેલ્ફેર સેકસનની પસંદગી કરવામાં આવી હતી. CAGના વડાના હસ્તે એવોર્ડથી સન્માનિત કરાયા.

16 નવેમ્બરના રોજ ઓડિટ દિવસના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં ઉપસ્થિત રહી ઓડિટ દિવસનું ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ ઓડિટ ડિપાર્ટમેન્ટના વડા (સી.એ.જી.ઓફ ઇન્ડિયા) ગિરિશચંદ્ર મૂરમૂના હસ્તે આ એવોર્ડ વેલ્ફેર સેક્સનને એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ એચ કે ધર્મદર્શિ રચનાસિંગ ડેપ્યુટી એકાઉન્ટ જનરલ, રાજેન્દ્રન નાયર વેલ્ફેર ઓફિસર પવન સિંગલા, ઓડિટ ઓફિસર સુનિલ પરમાર આસિસ્ટન્ટ વેલફેર ઓફિસર, પિનાકિન પટેલ સિનિયર એકાઉન્ટને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેથી સંખેડાના હાંડોદ ગામમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને સંખેડા તાલુકા માટે આ ખુબજ ગૌરવની વાત છે.

અન્ય સમાચારો પણ છે...