સમસ્યા:સંખેડા ગામના લોકો આજે બંને ટાઇમના પાણીથી વંચિત રહેશે

સંખેડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઈનમાં ભંગાણની રિપેરિંગ કામગીરીના લીધે પાણી બંધ​​​​​​​

સંખેડા ગામમાં રવિવારે બંને ટાઈમ પાણી નહીં આવે. આખા ગામને એક દિવસનો પાણી કાપ વેઠવો પડશે. સંખેડા પંચાયત પાસે ચાવામાં અને લાઈનમાં ભંગાણ છે. એનું રિપેરિંગ કરવાનું હોવાથી પાણી બંધ રહેશે.સંખેડા ગ્રામ પંચાયતના ડેપ્યૂટી સરપંચ હિતેશભાઈ વસાવાના જણાવ્યા મુજબ, ‘સંખેડા ગામમાં રવિવારે બંને ટાઇમ પાણી આવશે નહીં.

સંખેડા ગ્રામ પંચાયત કચેરીની સામે આવેલા પાણીની લાઇનના ચાવામાં અને પાણીની લાઈનમાં ભંગાણ છે. લાંબા સમયથી આ ભંગાણ હતું. જેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેને કારણે રવિવારે બંને ટાઈમ સંખેડા ગામમાં પાણી આવશે નહી.’સંખેડાના ગ્રામજનોને રવિવારે બંને ટાઇમ પાણી તો નહીં મળે સાથે સાથે વીજળીની લાઈનનું સમારકામ કરવાનું હોવાથી સવારે 6 થી 10 વાગ્યા સુધી સંખેડામાં લાઈટ પણ નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...