ભાસ્કર વિશેષ:શીતળા સાતમે લોકો ઓરસંગ નદીમાં ન્હાવા ઉમટ્યાં

સંખેડા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
સંખેડા પાસે પસાર થતી ઓરસંગ નદીમાં મોટી સંખ્યામાં લોકો ઠંડા પાણી લાવવા માટે ઉમટ્યા હતા. - Divya Bhaskar
સંખેડા પાસે પસાર થતી ઓરસંગ નદીમાં મોટી સંખ્યામાં લોકો ઠંડા પાણી લાવવા માટે ઉમટ્યા હતા.
  • સંખેડામાં ઓરસંગ નદીમાં સ્નાન કરીને બહાર આવી શીતળા માતાની પૂજા કરી

શીતળા સાતમનો પર્વ શીતળા સાતમના પર્વે ઠંડુ ખાવાનો રિવાજ છે. આ સિવાય આ દિવસે ઘરે ચૂલો પણ સળગાવતા નથી. લોકો નદીએ ઠંડા પાણીમાં આવા આવે છે. સંખેડા પાસે પસાર થતી ઓરસંગ નદીમાં મોટી સંખ્યામાં લોકો ઠંડા પાણી લાવવા માટે ઉમટ્યા હતા.શીતળા સાતમનો પર્વ એ આ વિસ્તારમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતો પર્વ છે. આ દિવસે લોકો ઠંડુ ખાવાનું ખાય છે. ઠંડુ ખાવાની સાથે ઘરે ચૂલો સળગાવતા નથી. લોકો મોટી સંખ્યા ઓરસંગ નદીમાં નહાવા માટે ઉમટે છે. સંખેડા પાસેથી પસાર થતી માત્ર ઓરસંગ નદી જ નહીં પરંતુ ઉચ્છ અને હેરણ નદીમાં પણ લોકો મોટી સંખ્યામાં ન્હાવા માટે જાય છે.

સંખેડા બહાદરપુર વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદીમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે ઉમટી પડયા હતા. લોકો નાહીને બહાર નીકળ્યા બાદ અત્રે બેઠેલા પૂજારીઓ પાસે શીતળા માતાની પૂજા પણ કરે છે. બે વર્ષ કોરોનાના કારણે લોકો આટલી મોટી સંખ્યામાં નદીએ નાવા માટે આવી શક્યા નહોતા. પરંતુ હવે સંખેડામાં કોરોના એ જ્યારે રાહત દીધેલી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઓરસંગ નદીના પટમાં ઠંડા પાણીની મજા માણતા દ્રશ્ય જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...