ભાસ્કર વિશેષ:સંખેડા-બોડેલીના 6 ગામોને જોડતા પાકા રસ્તા બનાવાશે

સંખેડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણેજ-છછાદ્રા રોડ બનાવવા માટે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનું શસ્ત્ર ઉગામાયું હતું. - Divya Bhaskar
પાણેજ-છછાદ્રા રોડ બનાવવા માટે ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનું શસ્ત્ર ઉગામાયું હતું.
  • એક રસ્તાને પહોળો કરવા માટે 9 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે
  • પાણેજ-છછાદ્રા રોડ બનાવવા ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામાયું હતું

સંખેડા-બોડેલી તાલુકાના 6 ગામોને જોડાતા કાચા રસ્તાથી પાકા કરવા માટે અને એક રસ્તાને પહોળો કરવા માટે 9 કરોડ રૂપિયા મંજુર કરાયા છે. ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા રજુઆત કરાઈ હતી. પાણેજ-છછાદ્રા રોડ બનાવવા માટે તો ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવાનું શસ્ત્ર ઉગામાયું હતું. જોકે ખાતરી મળતા મતદાન કર્યું હતું.

સંખેડા અને બોડેલી તાલુકાના 6 જેટલા ગામો નજીકના ગામો સાથે કાચા રસ્તા સાથે જોડાયેલા હતા. જેથી આ રસ્તા પાકા બનાવવા માટેની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવતી હતી. જેમાં ખાસ કરીને સિંચાઈના પાણી અને છછાદ્રાને પાણેજ સાથે જોડતા રસ્તાની માંગ પણ સાથે છછાદ્રાના રહીશોએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

જેથી તંત્ર અને રાજકીય આગેવાનો દોડતા થયા હતા. અને રસ્તો બનાવવાની ખાતરી આપી હતી. જે નવા છ કાચા રસ્તાને પાકા બનાવવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી છે. જેમાં જૂની બોડેલી એપ્રોચ રોડ, ઘંટોલી-કુન્ડિયા રોડ, હરિકવા-અખત્યારપુરા રોડ, ટીંબી-આમરોલી રોડ, ભદ્રાલી વસાહતથી જુના છુછાપુરા લાંભેણ ફળિયા રોડ અને પાણેજ-છછાદ્રા રોડ જ્યારે અલીખેરવા-રાજખેરવા રોડ પહોળો કરવાના કામ મંજુર થયા છે. નવ કરોડ રૂપિયા આ કામો માટે મંજુર કરાયા છે. સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી દ્વારા આ તમામ માર્ગો મંજુર કરવા માટે તાજેતરમાં જ રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...