તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બોડેલીના ગામની પરિણીતાએ 181 હેલ્પલાઈનમાં બચાવ માટે કોલ કર્યો

સંખેડા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોલાચાલી થતા સસરા પરિણીતાને મારવા દોડી આવ્યા હતા
 • અભયમની ટીમે સ્થળે પહોંચી ઝઘડાનું સમાધાન કરાવ્યું

ગત રોજ બોડેલી પાસેના ગામમાંથી પરણિતા જામલીબેનનો 181 મહિલા હેલ્પલાઇનમા કોલ આવેલ કે તેમના દિયરના લગ્નની ખરીદીમા તેઓને સાથે લઇ ગયા ના હતા. જેથી સાસુ, સસરા સાથે બોલાચાલી થતા ઝગડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા સસરા મારવા દોડી આવ્યા હતા. જેથી જામલીબેને 181 મહિલા હેલ્પલાઇનમા બચાવ માટે કોલ કાર્યો હતો. અભયમ રેસ્ક્યુ ટીમ છોટાઉદેપુર તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવારના ઝગડાનું સમાધાન કરવામાં સફળતા મળી હતી.

જામલીબેને આપેલ માહિતી અનુસાર તેમના પતિને વ્યસન હોવાથી તેમના સાસુ સસરા તેઓને કોઈપણ વ્યવહારુ બાબતમા પૂછતાં નથી અને કાકા સસરાના દીકરા કે જેઓ નોકરી કરે છે તેઓની સલાહ લઇ બધું કામ કરે છે. જામલીબેનના દિયરના લગ્ન માટે કન્યા પસંદગીમા પણ તેઓને કે તેમના પતિને સાથે લઇ ગયા ના હતા. ગઇ કાલે લગ્નની ખરીદી માટે બોડેલી તેમના સાસુ, સસરા, તેમના કાકા સસરાના દીકરા અને તેમના પત્નીને સાથે લઇ ગયેલ પરંતુ અમોને સાથે લઇ ગયા ના હતા. જેથી સાંજે પાછા ઘરે આવ્યા ત્યારે આ બાબતની ચર્ચા કરતા જામલીબેને સાસુને જણાવેલ કે હું ઘરની મોટી વહુ છું.

મને કે મારા પતિને કોઈ વ્યવહારમા પૂછતાં કેમ નથી. ત્યારે તેમના સસરા ગુસ્સે કરી બોલેલ કે તારો ઘરવાળો દારૂડિયો છે. તેને શુ પૂછવાનું? તેમ કહી ઝગડો કરેલ હતો.અભયમ ટીમે પરિવારને સાથે રાખી સસરાને સમજાવેલ કે તમારા મોટા દીકરા વહુને પણ સાથે રાખો અને જામલીબેનના પતિને પણ જણાવેલ કે વ્યસન કરનાર વ્યક્તિ ગમે તેટલા મોટા હોય કે સારા હોય પરંતુ તેમની સાચી વાત પણ લોકો ધ્યાનમા લેતા નથી.

તમારે માનસન્માન મેળવવું હોય તો વ્યસન છોડવું પડે. આમ તેઓને જણાવતા તેમને લાગી આવેલ અને આજથી કોઈપણ વ્યસન નહીં કરું તેવી ખાત્રી આપી હતી. આમ પરિવારને યોગ્ય રીતે સમજાવતાં તેઓ એકબીજાને અનુકૂળ થઈ જીવન જીવશે તેમ નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો