ભાસ્કર ઈમ્પેક્ટ:છુછાપુરા નજીક નેરોગેજ પુલ ઉપરથી અવર જવર બંધ કરવા એંગલો મૂકાઇ

સંખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
છુછાપુરા નજીક રેલવે બ્રિજ પરથી અવર-જવર બંધ કરાઈ. - Divya Bhaskar
છુછાપુરા નજીક રેલવે બ્રિજ પરથી અવર-જવર બંધ કરાઈ.
  • ટૂંકો માર્ગ હોવાથી અવરજવર થતી હતી, મોરબીની દુર્ઘટના બાદ રેલવે તંત્ર જાગ્યું
  • આખરે જર્જરિત પુલ ઉપર કોઇ અકસ્માત ન સર્જાય તે માટે રેલવે તંત્રે પગલું ભર્યું

સંખેડા તાલુકાના છુછાપુરાથી તણખલા રેલવે લાઈન ઉપર પ્રસંગ નદી ઉપર બનેલા જુના અને જર્જરીત પુલ ઉપરથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે રેલવે તંત્ર દ્વારા પુલના બંને છેડે એંગલ મારી અવરજવર બંધ કરાઇ છે. મોરબી ઝુલતા પુલને દુર્ઘટના બાદ હવે રેલવે તંત્ર જાગ્યું. જોકે રેલવે તંત્રને જગાડવા માટે દિવ્યભાસ્કરમાં આ અંગે તા. 4 નવેમ્બરના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો.

સંખેડા તાલુકાના છુછાપુરાથી તણખલા રેલવે માર્ગ આવેલો છે. આ નેરોગેજ ટ્રેનનો માર્ગ છે. જોકે નેરોગેજ ટ્રેન લાંબા સમયથી બંધ છે. જોકે આ રેલવે ટ્રેક ઉપર છુછાપૂરા નજીક જ ઓરસંગ નદી ઉપર અંગ્રેજોના સમયનો બનેલો ભૂલ છે. આ પુલ જૂનો અને જર્જરીત બન્યો છે. જોકે આ ટ્રેક ઉપર રેલ માર્ગ ચાલતો નથી. પરંતુ આ પુલના બંને છેડે આવેલા ગ્રામજનોને અવરજવર માટે આ ટૂંકો માર્ગ હોય અવારનવાર લોકો આપ પુલ ઉપરથી આવજા કરતા હોય છે.

ચોમાસામાં પણ જ્યારે ઓરસંગ નદીમાં પાણી આવે છે. ત્યારે લોકો પાણી જોવા માટે આ પુલ ઉપર ઉમટી પડે છે. એવા સમયે જો કોઈ અકસ્માત સર્જાય તો જાનહાની પણ થવાનો સંભવ છે. આ અંગેના સમાચાર તારીખ 4 નવેમ્બરના રોજ દિવ્યભાસ્કર દૈનિકમાં પ્રસિદ્ધ થયા હતા. જે બાદ સંખેડા મામલતદાર વિજયભાઈ શાહ દ્વારા ત્વરિત પગલા ભરી આ અંગે રેલવે તંત્રને જાણ કરી હતી. અને રેલવે તંત્રને જાણ કર્યા બાદ રેલવે તંત્ર પણ જાગ્યું હતું. અને આ પુલ ઉપર અવરજવર બંધ થાય તે માટે પુલના બંને છેડે એંગલ બેસાડી દીધા અને તેની ઉપર પુલ ઉપરથી અવરજવર ન કરવાની સૂચના પણ લગાડી છે.

મોરબી ખાતે થયેલી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના બાદ રેલવે તંત્ર તો જાગ્યું નહોતું. પરંતુ દિવ્યભાસ્કર દૈનિકે આ અંગેના સમાચાર પ્રસિદ્ધ કરી અને રેલવે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ રેલવે તંત્ર પણ જાગ્યું હતું અને અહીંયા પુલના બંને છેડે એંગલ મારી અવરજવર બંધ કરાવી છે.

રેલવે તંત્રને જાણ કરતાં તેણે પુલ ઉપર અવરજવર બંધ કરવા બેરિયલ લગાડ્યા
છુછાપુરા-તણખલા રેલવે લાઈન ઉપર ઓરસંગ પુલ ઉપર થતી અવર-જવર બંધ થાય એ માટે રેલવેના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જે બાદ રેલવે તંત્ર દ્વારા અહીંયા બેરિયલ લગાડી પુલ ઉપરથી અવર-જવર બંધ કરવામાં આવી છે. આ અંગેની અમોને જાણ કરવામાં આવી છે. > વી.જે.શાહ, મામલતદાર, સંખેડા

અન્ય સમાચારો પણ છે...