તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:ઝઘડાની અદાવત રાખી એક વ્યક્તિને 3 જણાંએ માર માર્યો

સંખેડા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કંટેશ્વર વસાહત નજીક ક્રિકેટ રમવા બાબતે વર્ષ અગાઉ ઝઘડો થયો હતો
 • હાઈવા ચઢાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલાખોરો જતા રહ્યા

સંખેડા તાલુકાની કંટેશ્વર વસાહત પ્રાથમિક શાળા નજીક એક શખ્સને ત્રણ શખ્શોએ માર માર્યો છે. એક વર્ષ અગાઉ ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવતે માર માર્યો હતો.

રાહુલભાઇ ફતેસિંહ વસાવા રહે.વડોદરા તેના મિત્રની બહેનનું અમલપુર ગામે લગ્ન હોઇ કંટેશ્વર ગામે તેના મામાના ઘરે આવેલો હતો. રાત્રે જમી પરવારીને અમલપુર ગામે મિત્રની બહેનના લગ્નમાં બાઇક લઇને નિકળેલો હતો. સાથે પાછળ તેના મિત્રો વસાવા વિશાલભાઇ દિનેશભાઇ તથા તડવી વિરલબેન દિલીપભાઇ અને તડવી જયેશભાઇ લાલજીભાઇને બેસાડી કંટેશ્વરથી રાત્રે નિકળેલો હતો. તે મોટરસાઇકલ ચલાવતો હતો. તે વખતે કંટેશ્વર વસાહતની પ્રાથમિક શાળા પાસે તેની મોટરસાઇકલને ઓવરટેક કરીને કંટેશ્વરના લાલજીભાઇ જગદિશભાઇએ પોતાની મોટરસાઇકલ ઉભી રાખી દીધી હતી. તડવી લાલજીભાઇ જગદિશભાઇએ તેને જણાવેલ કે તારે શું કરવું છે? રાહુલ કંઇ બોલ્યો નહોતો. લાલજીએ રાહુલના ગાલે લાફો મારી દીધેલ હતો. પછી લાલજી સાથે આવેલ તડવી કિશનભાઇ તથા તડવી જયેશભાઇએ તેને ધક્કો મારીને નીચે પાડે દીધેલ અને ધોલધપાટ કરવા લાગેલા.

જેથી તેની સાથેના માણસો અને વસાહતના માણસો ત્યાં દોડી આવતા લાલજીભાઇએ હું હાઇવા ચલાવું છું. અને હું તારી ઉપર હાઇવા ચડાવી દઇશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને સાથેના માણસો સાથે જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો