છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની ઓરવાડા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક ગોવિંદભાઇ માધાભાઇ રોહિતને શિક્ષણ તથા સમાજ સેવાના ક્ષેત્રે તેમને કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેઓની તલગાજરડા નિવાસી વિશ્વ વંદનીય સંત મોરારીબાપુ પ્રેરીત ‘ચિત્રકૂટ એવોર્ડ’ માટે પસંદગી થતાં તલગાજરડા જિ. ભાવનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાતઃ સ્મરણીય સંત શ્રી પૂજ્ય મોરારીબાપુ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ તથા મહામંત્રી સતિષભાઈ પટેલ તથા રાજ્ય સંઘ/ જિલ્લા સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોરારીબાપુના વરદ હસ્તે શાલ ઓઢાડી, રોકડ પુરસ્કાર આપી ‘રાજ્ય કક્ષાના ચિત્રકૂટ એવોર્ડ’થી સન્માનીત કરવામાં આવેલ છે.
જે બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, છોટાઉદેપુર તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બોડેલી, ઓરવાડાના ગ્રામજનો, શાળા પરીવાર, છોટાઉદેપુર જિલ્લાનો સમસ્ત શિક્ષક સમાજ, તેઓના વતન રામપુરા તા. સંખેડાના ગ્રામજનો તથા સમસ્ત રોહિત સમાજ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
ગોવિંદભાઇ માધાભાઇ રોહિત છેલ્લા 21 વર્ષથી ઓરવાડા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ અગાઉ તેઓને 2019માં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક તથા 2020માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી તથા 2021માં ‘રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી સરકાર તથા જિલ્લા શિક્ષણ સમિતિ, છોટાઉદેપુર દ્વારા સન્માનીત કરવામાં આવેલ છે.
તેઓના અથાગ પ્રયત્નો થકી ઓરવાડા પ્રાથમિક શાળાને સને 2018માં DIET વડોદરા દ્વારા ‘શાળા સ્વચ્છતા એવોર્ડ’ મળેલ છે. તથા તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ નેકવાર ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, કલા મહોત્સવ તથા રમોત્સવમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે. તેઓએ સને 2005થી આજદિન સુધી SRGના સદસ્ય તરીકે ધોરણ 4થી 8ના હિંદી વિષય છે. પાઠ્યપુસ્તક/સ્વાધ્યા યપોથી તથા શિક્ષક સજ્જતા તાલીમ મોડ્યુલ, સ્થાનિક સંદર્ભ સાહિત્યના લેખન સંપાદનની કામગીરી કરેલ છે. તથા વિવિધ તાલીમ વર્ગોમાં તજજ્ઞ તરીકે સક્રિય કામગીરી કરેલ છે. જેના પરિણામ સ્વરૂપ અનેક સંસ્થાઓએ તેઓનું અવાર નવાર સન્માન કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.